૧૪ ]
ભાવાર્થ : — જેનામાં વીતરાગતા (નિર્દોષપણું), સર્વજ્ઞતા અને પરમહિતોપદેશક- પણું એ ત્રણ ગુણ હોય તેને જ આપ્ત કહે છે, આ ત્રણ લક્ષણ (ગુણ) વિના આપ્તપણું સંભવી શકે નહિ.
આપ્તમાં ક્ષુધા - તૃષાદિક અઢાર દોષો નથી, તેથી તેઓ નિર્દોષ છે - વીતરાગ છે. તેઓ ત્રિકાલવર્તી સમસ્ત ગુણ - પર્યાય સહિત સમસ્ત જીવ - પુદ્ગલ, ધર્મ - અધર્મ, આકાશ, કાલના અનંત પર્યાયોને યુગપત્ પ્રત્યક્ષ જાણે છે, તેથી તેઓ સર્વજ્ઞ છે અને તેઓ દિવ્યધ્વનિ દ્વારા દ્વાદશાંગ આગમના મૂળ ઉપદેશક છે. તેથી તેઓ આગમના ઇશ (સ્વામી) છે.
પ્રશ્ન : — આપ્તનાં આ ત્રણ લક્ષણો કેમ કહ્યાં? એક નિર્દોષતામાં (વીતરાગતામાં) જ બધાં લક્ષણો ન આવી જાય?
સમાધાાન : — પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલાદિમાં ક્ષુધા, તૃષા, રાગ, દ્વેષાદિક દોષો નથી, તેથી તેઓ નિર્દોષ છે. હવે નિર્દોષતા જ આપ્તનું લક્ષણ હોય તો પુદ્ગલ આદિ આપ્ત ઠરે, પણ આપ્ત તો ચેતન છે અને પુદ્ગલાદિક તો જડ છે; તેથી જડ ચેતન ઠરે. એ અતિવ્યાપ્તિ દોષ આવે.૧
જો નિર્દોષતા (વીતરાગતા) અને સર્વજ્ઞતા એ બે લક્ષણો જેમાં હોય, તેને આપ્ત માનવામાં આવે તો તે બે લક્ષણો તો સિદ્ધમાં પણ છે, તેથી તે પણ આપ્ત ઠરે, પણ તેમનામાં હિતોપદેશીપણાનો અભાવ છે તેથી તેઓ આપ્ત નથી. તેમાં પણ અતિવ્યાપ્તિ દોષ આવે.
માટે વીતરાગતા, સર્વજ્ઞતા અને પરમહિતોપદેશકતા એ ત્રણે ગુણો સહિત દેવાધિદેવ પરમ ઔદારિક શરીરમાં તિષ્ઠતા ભગવાન સર્વજ્ઞ વીતરાગ અરહંતને જ ૧. ‘‘જે લક્ષ્ય તથા અલક્ષ્ય બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે, ત્યાં અતિવ્યાપ્તિપણું જાણવું
છે, તથા અલક્ષ્ય જે આકાશાદિ તેમાં પણ હોય છે, માટે એ લક્ષણ અતિવ્યાપ્તિ દોષ સહિત
લક્ષણ છે, કારણ કે એ વડે આત્માને ઓળખતાં આકાશાદિક પણ આત્મા થઈ જાય, એ દોષ
આવે.....’’