કહાનજૈનશાસ્ત્રમાળા ]
अथ के पुनस्ते दोषा ये १तत्रोत्सन्ना इत्याशंक्याह —
क्षुच्च बुभुक्षा । पिपासा च तृषा । जरा च वृद्धत्वं । आतङ्कश्च व्याधिः । जन्म च कर्मवशाच्चतुर्गतिषूत्पतिः । अन्तकश्च मृत्युः । भयं चेहपरलोकात्राणागुप्ति- આપ્તપણું છે, બીજા કોઈને નહિ — એમ નિશ્ચય કરવો. આ જ આપ્તનું નિર્દોષ લક્ષણ છે.
અહીં આપ્તનું સ્વરૂપ કહ્યું છે. તેને યથાવત્ જીવાશ્રિત અને પુદ્ગલાશ્રિત એવાં વિશેષણોના ભેદજ્ઞાનપૂર્વક જાણે તે જીવ મિથ્યાદ્રષ્ટિ રહે નહિ. એ હેતુથી શ્લોક ૫ થી ૮ સુધી આપ્તનું સ્વરૂપ આપ્યું છે. ૫.
હવે વળી તે દોષો ક્યા છે? જે તેમનામાં (આપ્તમાં) નાશ પામ્યા છે. એવી આશંકા ઉઠાવીને કહે છે —
અઢાર દોષ રહિત આપ્ત (દેવ)નું લક્ષણ
અન્વયાર્થ : — [यस्य ] જેમને [क्षुत्पिपासाजरातङ्कजन्मान्तकभयस्मयाः ] ક્ષુધા, તૃષા, ઘડપણ, રોગ, જન્મ, મરણ, ભય, ગર્વ, [रागद्वेषमोहाः ] રાગ, દ્વેષ, મોહ, [च ] અને (આશ્ચર્ય, અરતિ, ખેદ, મદ અથવા શોક, નિદ્રા, ચિન્તા, સ્વેદ) એ અઢાર દોષો [न ] ન (सन्ति) હોય, [सः ] તે [आप्तः ] આપ્ત (સાચા દેવ) [प्रकीर्त्यते ] કહેવાય છે.
ટીકા : — ‘क्षुध’ - ખાવાની ઇચ્છા (ભૂખ), ‘पिपासा’ - તૃષા (તરસ), ‘जरा’ - વૃદ્ધત્વ (ઘડપણ), ‘आतङ्क’ - વ્યાધિ (રોગ), ‘जन्म’ - કર્મવશાત્ ચતુર્ગતિમાં ઉત્પત્તિ, ‘अन्तकः’ - મૃત્યુ, ‘भय’ - આ લોકનો, પરલોકનો, અરક્ષાનો, અગુપ્તિનો, મરણનો, વેદનાનો અને અકસ્માતનો એ સાત પ્રકારનો ભય, ‘स्मयः’ - જાતિ - કુલાદિનો દર્પ - ગર્વ, १. येत्रोत्सन्ना घ० ।