૧૬ ]
मरणवेदनाऽऽकस्मिकलक्षणं । स्मयश्च जातिकुलादिदर्पः । रागद्वेषमोहाः प्रसिद्धाः । चशब्दाच्चिन्ताऽरतिनिद्राविस्मय१ मदस्वेदखेदा गृह्यन्ते । एतेऽष्टादशदोषा यस्य न सन्ति स आप्तः ‘प्रकीर्त्यते’ प्रतिपाद्यते । ननु चाप्तस्य भवेत् क्षुत्, क्षुदभावे आहारादौ प्रवृत्त्यभावाद्देहस्थितिर्न स्यात् । अस्ति चासौ, तस्मादाहारसिद्धिः । तथा हि । भगवतो देहस्थितिराहारपूर्विका, देहस्थितित्वादस्मदादिदेहस्थितिवत् । जैनेनोच्यते२ — अत्र किमाहारमात्रं३ साध्यते कवलाहारो वा । प्रथमपक्षे सिद्धसाधनता ‘आसयोगकेवलिन ‘रागद्वेषमोहाः’ - રાગ, દ્વેષ, મોહ એ દોષો તો પ્રસિદ્ધ છે - च શબ્દથી ચિંતા, અરતિ, નિદ્રા, વિસ્મય (આશ્ચર્ય), મદ, અથવા વિષાદ (શોક), સ્વેદ અને ખેદ — એ દોષો લેવા. આ અઢાર દોષો ‘यस्य’ જેને ‘न’ ન (सन्ति) હોય, ‘सः’ - તે ‘आप्तः’ આપ્ત (દેવ) ‘प्रकीर्त्यते’ - કહેવાય છે.
પ્રશ્ન : — આપ્ત (ભગવાન)ને ક્ષુધા હોવી જોઈએ. (કેમ કે) ક્ષુધાદિના અભાવમાં આહારાદિકની પ્રવૃત્તિ નહિ હોય અને આહારાદિકમાં પ્રવૃત્તિ નહિ હોવાથી દેહની સ્થિતિ નહિ બને. (દેહની સ્થિતિ ટકી શકશે નહિ). પરંતુ આપ્ત ભગવાનને દેહની સ્થિતિ તો છે તેથી તેમને આહારની સિદ્ધિ છે. આ પ્રમાણે આપ્તને આહારની સિદ્ધિ થાય છે. અમારા જેવાના દેહની સ્થિતિની માફક આપ્ત ભગવાનને દેહની સ્થિતિ હોવાથી તેમના દેહની સ્થિતિ આહારપૂર્વક હોવી જોઈએ.
ઉત્તર : — જૈન તેનો ઉત્તર આપે છે. તે સામા પક્ષવાળાને પૂછે છે — આપ્ત ભગવાનને (દેહસ્થિતિ સંબંધમાં) તમારે માત્ર આહાર સિદ્ધ કરવો છે કે કવલાહાર? પ્રથમ પક્ષ લ્યો તો તેમને માત્ર આહારનું સાધન તો સિદ્ધ થાય છે, કેમ કે ‘आसयोगकेवलिन १. अस्य स्थाने ‘विषाद’ इति पाठः ख, ग, घ० । २. जैनेनोच्यते ख – पुस्तके नास्ति । जैनैर्न तदुच्यते घ । ३.णोकम्म कम्महारो कवलाहारो य लेप्पमाहारो ।
ओज मणो हि य कमसो आहारो छव्विहो णेओ ।।
णोकम्मं तित्थयरे कम्मं णारेय माणसो अमरे ।
कवलाहारो णर – पसु ओज्जो पक्खीण लेप्प रुक्खाणं ।
विग्गहगइमावण्णा केवलिणो सम्मुहदो अजोगी य ।
सिद्धा य अणाहारा सेसा आहारिणो जीवा ।।