કહાનજૈનશાસ્ત્રમાળા ]
आहारिणो जीवा’ इत्यागमाभ्युपगमात् । द्वितीयपक्षे तु देवदेहस्थित्या व्यभिचारः । देवानां सर्वदा कवलाहाराभावेऽप्यस्याः संभवात् । अथ१ मानसाहारात्तेषां तत्स्थितिस्तर्हि२ केवलिनां कर्मनोकर्माहारात् सास्तु । अथ मनुष्यदेहस्थितित्वादस्मदादिवत्सा तत्पूर्विका इष्यते तर्हि तद्वदेव तद्देहे सर्वदा निःस्वेदत्वाद्यभावः स्यात् । अस्मदादावनुपलब्धस्यापि तदतिशयस्य तत्र संभवे भुक्त्यभावलक्षणोऽप्यतिशयः किं न स्यात् । किं च अस्मदादौ दृष्टस्य धर्मस्य भगवति सम्प्रसाधने तज्ज्ञानस्येन्द्रिय३ जिनतत्वप्रसंगः । तथा हि — भगवतो ज्ञानमिन्द्रियजं आहारिणो जीवाः’ સયોગ કેવલી સુધીના જીવો આહારક છે. — એમ આગમથી જાણવા મળે છે. જો બીજો પક્ષ કવલાહારનો લ્યો તો દેવોના દેહની સ્થિતિ સાથે વ્યભિચાર આવે છે; કારણ કે (સ્વર્ગના) દેવોને સદા કવલાહારનો અભાવ હોવા છતાં પણ દેહની સ્થિતિ તો સંભવે છે. (તેથી કવલાહારથી જ દેહની સ્થિતિ ટકે છે તે માન્યતા ખોટી ઠરે છે.)
હવે (ત્યાં) જો એમ કહેવામાં આવે કે દેવોને માનસિક આહાર છે, તેનાથી તેમના દેહની સ્થિતિ ટકે છે, તો કેવલીઓને કર્મ - નોકર્મના આહારથી દેહની સ્થિતિ ટકે છે; એમ માનો.
હવે જો એમ કહેવામાં આવે કે આપણા જેવાના મનુષ્ય દેહની માફક કેવલી ભગવાનને મનુષ્ય દેહની સ્થિતિ છે, તેથી આપણા દેહની જેમ (તેથી જેમ આપણા દેહની સ્થિતિ આહારપૂર્વક છે તેમ) કેવલી ભગવાનના દેહની સ્થિતિ આહારપૂર્વક માનવી જોઈએ. તો તેનો ઉત્તર એ છે કે જેવી રીતે કેવલી ભગવાનના શરીરમાં સર્વદા પરસેવાદિનો અભાવ છે, તેવી જ રીતે આપણા આદિના શરીરમાં પણ સર્વદા પરસેવાદિનો અભાવ હોવો જોઈએ, (કેમ કે બંનેમાં મનુષ્ય શરીરત્વરૂપ હેતુ વિદ્યમાન છે.) એના ઉત્તરમાં હવે જો એમ કહેવામાં આવે કે આપણા જેવાના શરીરમાં તે અતિશય સંભવતો નથી, (જેથી પરસેવાદિનો અભાવ હોય) પરંતુ કેવલી ભગવાનમાં એ અતિશય સંભવે છે (જેના કારણે તેનામાં શરીરમાં પરસેવો આદિ નથી હોતાં). તો પછી (જ્યારે કેવલી ભગવાનને પરસેવાદિના અભાવનો અતિશય માનવામાં આવે છે ત્યારે) તેમને ભોજનના (કવલાહારના) અભાવરૂપ અતિશય પણ કેમ ન સંભવે?
વળી બીજી વાત એ છે, કે જે ધર્મ આપણા જેવામાં જોવામાં આવે છે તેવો ધર્મ જો અર્હંત ભગવાનમાં પણ સિદ્ધ કરવામાં આવે, તો તેમના જ્ઞાનને ઇન્દ્રિયજનિત હોવાનો १. ‘अथ मानसाहारास्तेषां तत्रस्थितिस्तर्हि केवलिनां कर्मनोकर्माहारात्’ इति पाठो घ पुस्तके नास्ति । २. ‘तर्हि’ इति ख, ग पुस्तकयोर्नास्ति ।३. तज्ज्ञानस्येन्द्रियजत्व – घ० ।