૧૮ ]
ज्ञानत्वात् अस्मदादिज्ञानवत् । अतो भगवतः केवलज्ञानलक्षणातीन्द्रियज्ञानासंभवात् सर्वज्ञत्वाय दत्तो जलाञ्जलिः । ज्ञानत्वाविशेषेऽपि तज्ज्ञानस्यातीन्द्रियत्वे देहस्थितित्त्वा- विशेषेऽपि तद्देहस्थितेरकवलाहारपूर्वकत्वं किं न स्यात् । वेदनीयसद्भावात्तस्य बुभुक्षोत्पत्तेर्भौजनादौ प्रवृत्तिरित्युक्तिरनुपपन्ना; मोहनीयकर्मसहायस्यैव वेदनीयस्य बुभुक्षोत्पादने सामर्थ्यात् । ‘भोक्तुमिच्छा हि बुभुक्षा’, सा मोहनीयकर्मकार्यत्वात् कथं प्रक्षीणमोहे भगवति स्यात् ? अन्यथा रिरंसाया अपि तत्र प्रसंगात् कमनीयकामिन्यादिसेवाप्रसक्तेरीश्वरादेस्तस्या- विशेषाद्वीतरागता न स्यात् । विपक्षभावनावशाद्रागादीनां हान्यतिशयदर्शनात् केवलिनि પ્રસંગ આવશે. તે આ પ્રમાણે - ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયજનિત છે, કારણ કે આપણા જેવાના જ્ઞાનની માફક જ ભગવાનનું જ્ઞાન હોવાથી અને ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયજનિત ઠરતાં અર્હંત ભગવાનને કેવલજ્ઞાનરૂપ અતીન્દ્રિય જ્ઞાનનો અસંભવ થવાથી તેમના સર્વજ્ઞપણાને જલાંજલિ અપાઈ ગઈ. (તેમને સર્વજ્ઞતાના અભાવનો પ્રસંગ આવે.) વળી જો એમ કહેવામાં આવે કે આપણા જેવાના અને તેમના જ્ઞાનમાં જ્ઞાનત્વની અપેક્ષાએ સમાનતા હોવા છતાં કેવલી ભગવાનનું જ્ઞાન અતીન્દ્રિય છે, તો તેનો ઉત્તર એ છે કે (આપણા જેવાને જેમ દેહની સ્થિતિ છે તેમ કેવલી ભગવાનને પણ દેહની સ્થિતિ છે એ રીતે) દેહની સ્થિતિની અપેક્ષાએ બંનેમાં સમાનતા હોવા છતાં કેવલી ભગવાનના દેહની સ્થિતિ કવલાહારના અભાવપૂર્વક (કવલાહાર વિના) કેમ ન હોઈ શકે? (જેવો તેમને જ્ઞાનનો અતિશય છે તેવો કવલાહાર વિના તેમના દેહની સ્થિતિનો અતિશય કેમ ન માનો?)
(વળી તમે કહો કે) વેદનીય કર્મના સદ્ભાવથી તેમને (કેવળીને) ભોજનની ઇચ્છાની ઉત્પત્તિ છે અને તેથી ભોજનાદિમાં (તેમની) પ્રવૃત્તિ છે, તો એમ કહેવું યોગ્ય નથી, કારણ કે મોહનીય કર્મ સહિત જ વેદનીય કર્મને ભોજનની ઇચ્છા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે. ખાવાની (ભોજન કરવાની) ઇચ્છા તે બુભુક્ષા - તે મોહનીય કર્મનું કાર્ય હોવાથી જેમનો મોહ પ્રક્ષીણ થઈ ગયો છે તેવા અર્હન્ત ભગવાનમાં તે કેમ હોઈ શકે? નહિતર (અર્થાત્ મોહના અભાવમાં પણ ઇચ્છાની ઉત્પત્તિ થાય તો) સ્ત્રી સાથે રમવાની ઇચ્છાનો પણ પ્રસંગ આવે અને સુંદર સ્ત્રી આદિની સેવામાં આસક્ત જન અને સર્વજ્ઞ - અર્હંત દેવમાં વિશેષતા ન રહેવાથી તેમને વીતરાગતા કેમ હોઈ શકે? (અર્થાત્ સુંદર શય્યામાં શયન, આભરણ, વસ્ત્રાદિ ભોગોપભોગની ઇચ્છાનો પ્રસંગ આવે તો અર્હન્ત ભગવાનને વીતરાગતાનો અભાવ થયો. એ દોષ આવે; કારણ કે જ્યાં ઇચ્છા હોય ત્યાં વીતરાગતા હોઈ શકે નહિ.)