Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 9 of 315
PDF/HTML Page 33 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૯

तत्परमप्रकर्षप्रसिद्धेर्वीतरागतासंभवे भोजनाभावपरमप्रकर्षोऽपि तत्र किं न स्यात्, तद्भावनातो भोजनादावपि हान्यतिशयदर्शनाविशेषात् तथा हिएकस्मिन् दिने योऽनेकवारान् भुंक्ते, कदाचित् विपक्षभावनावशात् स एव पुनरेकवारं भुंक्ते कश्चित् पुनरेकदिनाद्यन्तरित- भोजन; अन्यः पुनः पक्षमाससंवत्सराद्यन्तरितभोजन इति किं चबुभुक्षापीडानिवृत्ति- र्भोजनरसास्वादनाद्भवेत् तदास्वादनं चास्य रसनेन्द्रियात् केवलज्ञानाद्वा ? रसनेन्द्रियाच्चेत् मतिज्ञानप्रसंगात् केवलज्ञानाभावः स्यात् केवलज्ञानाच्चेत् किं भोजनेन ? दूरस्थस्यापि त्रैलोक्योदरवर्तिनो रसस्य परिस्फु टं तेनानुभवसंभवात् कथं चास्य

જો એમ કહેવામાં આવે કે વિપક્ષ (વિરુદ્ધ - વિપરીત) ભાવનાના વશથી રાગાદિની હીનતાનો અતિશય જોવામાં આવે છે (અર્થાત્ રાગાદિકથી વિરુદ્ધ ભાવના કરવાથી રાગાદિકમાં હ્નાસ જોવામાં આવે છે). કેવલી ભગવાનમાં તેની (રાગાદિકના હ્નાસની) પરમ પ્રકર્ષતા (ચરમ સીમા) સિદ્ધ હોવાથી તેમને વીતરાગતા સંભવે છે. (તેમની વીતરાગતામાં બાધ આવતો નથી.) તેનો ઉત્તર એ છે કે જો એમ છે, તો તેમનામાં ભોજનના અભાવની પરમ પ્રકર્ષતા પણ કેમ ન હોઈ શકે? કારણ કે ભોજનના અભાવની ભાવનાથી ભોજનાદિકમાં પણ (સામાન્ય મનુષ્ય અને ભગવાન બંનેમાં) અવિશેષપણે હ્નાસનો અતિશય જોવામાં આવે છે.

તે આ પ્રમાણે - જે એક દિવસમાં અનેકવાર ભોજન કરે છે તે જ વિપક્ષ ભાવનાથી (રાગના - ઇચ્છાના અભાવસ્વરૂપ ભાવનાથી) કદાચિત્ એકવાર ભોજન કરે છે. કોઈ તો એક દિવસના આંતરે ભોજન કરે છે, તો વળી અન્ય કોઈ પક્ષ, માસ, વર્ષાદિના આંતરે ભોજન કરે છે.

વળી બીજી વાત એ છે કે અરહંત ભગવાનને જો બુભુક્ષા સંબંધી પીડાની નિવૃત્તિ ભોજનના રસાસ્વાદથી થતી હોય તો અમે પૂછીએ છીએ, કે તે રસાસ્વાદન તેમને રસનેન્દ્રિયથી થાય છે કે કેવલજ્ઞાનથી? જો રસનેન્દ્રિયથી થાય છે એમ કહો તો તેમને મતિજ્ઞાનનો પ્રસંગ આવવાથી કેવલજ્ઞાનનો અભાવ થાય. આ દોષથી બચવાને માટે જો કેવલજ્ઞાનથી રસાસ્વાદન થાય છે એમ કહો તો ભોજનની શી જરૂર છે? કારણ કે દૂર રહેવા છતાં પણ ત્રણ લોકની અંદર વર્તતા રસનો પરિસ્પષ્ટ (પ્રત્યક્ષ) અનુભવ કેવલજ્ઞાન દ્વારા થઈ શકે છે.