૨૦ ]
केवलज्ञानसंभवो भुंजानस्य श्रेणीतः पतितत्वं प्रमत्तगुणस्थानवर्तित्वात् । अप्रमत्तो१ हि साधुराहारकथामात्रेणापि प्रमत्तो भवति नार्हन्भुजानोऽपीति महच्चित्रं । अस्तु तावज्ज्ञानसंभवः तथाप्यसौ केवलज्ञानेन पिशिताद्यशुद्धद्रव्याणि पश्यन् कथं भुंजीत अन्तरायप्रसंगात् । गृहस्था अप्यल्पसत्वास्तानि पश्यन्तोऽन्तरायं कुर्वन्ति किं पुनर्भगवाननन्तवीर्यस्तन्न कुर्यात् । तदकरणे वा तस्य तेभ्योऽपि हीन३ सत्त्वप्रसंगात् । क्षुत्पीडासंभवे चास्य कथमनन्तसौख्यं स्यात् यतोऽनन्तचतुष्टयस्वामितास्य । न हि सान्तरायस्यानन्तता युक्ता ज्ञानवत् । न च बुभुक्षा पीडैव न भवतीत्यभिधातव्यं ‘‘क्षुधासमा नास्ति शरीरवेदना’’ इत्यभिधानात् । तदलमतिप्रसंगेन प्रमेयकमलामार्तण्डे न्याय-
વળી એક વાત આ પણ છે કે ભોજન કરનાર અર્હંત ભગવાનને કેવલજ્ઞાન કેવી રીતે સંભવી શકે? કારણ કે ભોજન કરવાથી શ્રેણીથી નીચે પડવાથી તે પ્રમત્ત ગુણસ્થાનવર્તી થઈ જશે. જ્યારે અપ્રમત્ત સાધુ આહારની કથા કરવા માત્રથી પણ ખરેખર પ્રમત્ત થાય છે ત્યારે અરહંત ભગવાન ભોજન કરતા થકા પણ પ્રમત્ત ન થાય તે મહાન આશ્ચર્ય છે અથવા ઘડીભર કેવલજ્ઞાન માની પણ લેવામાં આવે તોપણ તેઓ કેવલજ્ઞાન દ્વારા માંસ આદિ અશુદ્ધ દ્રવ્યોને દેખતા થકા અંતરાયનો પ્રસંગ આવવાથી કેવી રીતે ભોજન કરી શકે? અલ્પ શક્તિવાળા ગૃહસ્થો પણ માંસાદિ અશુદ્ધ દ્રવ્યોને દેખતા થકા અંતરાય કરે છે (પામે છે) તો પછી અનંત વીર્યવાન ભગવાન શું અંતરાય ન કરે? (તો અનંત વીર્યવાન ભગવાન શા માટે અંતરાય ન પામે?) વળી જો તે ભગવાન અંતરાય ન કરે તો તેમને તેમનાથી (ગૃહસ્થોથી) પણ હીન શક્તિ હોવાનો પ્રસંગ આવે.
જો તેમને ક્ષુધા સંબંધી પીડા હોય તો તેમને અનંત સૌખ્ય કેવી રીતે હોઈ શકે? (ન જ હોઈ શકે.) કારણ કે તેમને અનંત ચતુષ્ટયનું સ્વામીપણું તો નિયમથી હોય છે. જે અંતરાય સહિત હોય તેની અનંતતા ઘટતી નથી, જ્ઞાનની માફક. (અર્થાત્ જેવી રીતે અંતરાય સહિત જ્ઞાનમાં અનંતતા ઘટી શકતી નથી, તેવી રીતે અંતરાય સહિત સુખમાં અનંતતા ઘટી શકતી નથી.)
વળી ‘બુભુક્ષા પીડા જ નથી’ એમ કહી શકાશે નહિ, કેમ કે ‘क्षुधासमा नास्ति शरीरवेदना’ ક્ષુધાની સમાન બીજી કોઈ શરીર વેદના નથી - એવું વચન છે. માટે બહુ વિસ્તારથી બસ થાઓ, કારણ કે પ્રમેયકમલમાર્તણ્ડમાં અને ન્યાયકુમુદચંદ્રોદય १. अप्रमत्तोऽपि ख । २. सत्त्वानि ख, ग । ३. हीनत्व ख ।