કહાનજૈનશાસ્ત્રમાળા ]
कुमुदचन्द्रे च प्रपञ्चतः प्ररूपणात् ।।६।। ગ્રંથમાં વિસ્તારથી તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ભાવાર્થ : — આપ્તમાં (સાચા દેવમાં) ક્ષુધા, તૃષાદિ અઢાર દોષો હોતા નથી, તેથી તેઓ વીતરાગ કહેવાય છે. આ દોષોમાં ભય, રાગ, દ્વેષ, મોહ, ચિન્તા, ખેદ, મદ (ગર્વ), રતિ, વિસ્મય (આશ્ચર્ય), ઉદ્વેગ (શોક) — આ દોષો તો મોહનીયકર્મના અભાવમાં નષ્ટ થઈ ગયા છે. નિદ્રા દર્શનાવરણ કર્મના અભાવમાં નષ્ટ થઈ જાય છે. ક્ષુધા, તૃષા, ઘડપણ, રોગ, સ્વેદ (પરસેવો) — એ શરીરની અવસ્થાઓ છે. ભગવાનને પરમ ઔદારિક શરીર હોવાથી આ દોષોનો પણ અભાવ હોય છે. જન્મ તથા મરણ તો કર્મ સહિત જીવોને હોય છે. ભગવાન તો જીવનમુક્ત છે અને સર્વ કર્મોનો નાશ કરી દેહમુક્ત થાય છે, તેથી આ અઢાર દોષો યા તેના સહચરરૂપ આત્મા અથવા શરીર સંબંધી અન્ય કોઈપણ દોષ આપ્તમાં હોતા નથી. આ દોષોમાં ક્યા દોષો જીવાશ્રિત છે અને ક્યા દોષો શરીરાશ્રિત છે, તે જાણી વિવેક કરવો યોગ્ય છે.
કેટલાક ભગવાનને કવલાહાર માને છે, કારણ કે તેમની માન્યતા પ્રમાણે કવલાહાર વિના દેહની સ્થિતિ હોઈ શકે નહિ. પરંતુ તે માન્યતા બરાબર નથી, કારણ કે દેવોને કવલાહાર નથી છતાં તેમના દેહની સ્થિતિ સાગરોપર્યન્ત બની રહે છે. તેમની દેહની સ્થિતિનું કારણ માનસિક આહાર છે, તેમ ભગવાનની દેહની સ્થિતિનું કારણ કર્મ - નોકર્મ આહાર છે, નહિ કે કવલાહાર. કહ્યું છે કે —
અર્થ : — નોકર્મ આહાર, કર્મ આહાર, કવલાહાર, લેપાહાર, ઓજ આહાર અને માનસિક આહાર - એમ આહાર છ પ્રકારના કહ્યા છે. ૪.
તીર્થંકર ભગવાનને નોકર્મ વર્ગણાના ગ્રહણરૂપ આહાર હોય છે, નારકીને કર્મ ભોગવવારૂપ આહાર હોય છે, દેવોને માનસિક આહાર હોય છે, (તેમને મનમાં ઇચ્છા થતાંની સાથે કંઠમાંથી અમૃત ઝરે છે, તેનાથી તેમને તૃપ્તિ થાય છે.) મનુષ્ય અને પશુઓને