૨૨ ]
કવલાહાર હોય છે, પક્ષીઓને ઓજાહાર (માતાના ઉદરની ગરમીઉષ્મારૂપ આહાર) અને પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવને લેપાહાર (પૃથ્વી આદિને સ્પર્શરૂપ આહાર) હોય છે. ૫.
શ્રી પ્રવચનસાર ગાથા ૨૦માં અતીન્દ્રિયપણાને લીધે જ શુદ્ધ આત્માને શારીરિક સુખ - દુઃખ નથી, એમ વ્યક્ત કર્યું છે, ત્યાં કેવળી ભગવાનને ઇન્દ્રિય સમૂહ નથી. તેમ શુદ્ધ આત્માને શરીર સંબંધી સુખ - દુઃખ નથી. તથા કેવળી ભગવાનને શરીર સંબંધી ક્ષુધાદિ દુઃખ કે ભોજનાદિ સુખ હોતું નથી, તેથી તેમને કવલાહાર હોતો નથી; એમ કહ્યું છે.
ભગવાનને કવલાહાર હોય એમ માનનારા ભગવાનને પરમ ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખ માનતા જ નથી - શ્રદ્ધતા નથી, તેથી તે અભવ્ય છે અને ભવ્યો તેનો સ્વીકાર કરે છે; એમ પ્રવચનસાર ગાથા ૬૨માં કહ્યું છે. માટે ભગવાનને કવલાહાર હોઈ શકે નહિ એમ શ્રદ્ધા કરવી.
વળી જેવો આપણામાં ધર્મ છે તેવો જ કેવલી ભગવાનમાં ધર્મ હોવો જોઈએ, તેથી આપણી માફક કેવલી ભગવાનમાં પણ દેહની સ્થિતિ ભોજનથી હોવી જોઈએ - એમ જો કહેવામાં આવે તો જેમ કેવલી ભગવાનના શરીરમાં પરસેવાદિના અભાવરૂપ ધર્મ છે તેમ આપણા શરીરમાં પણ પરસેવાદિનો અભાવ હોવો જોઈએ. એના ઉત્તરમાં જો એમ કહેવામાં આવે કે કેવલી ભગવાનમાં અતિશય હોવાથી તેમના શરીરમાં પરસેવો આદિ થતાં નથી તો પછી કેવલી ભગવાનને કવલાહારના અભાવનો અતિશય કેમ ન સંભવે? માટે કવલાહારથી તેમના દેહની સ્થિતિ માનવી ઉચિત નથી.
વળી કોઈ કહે કે કેવલીને વેદનીય કર્મનો સદ્ભાવ હોવાથી ભોજનની ઇચ્છા અને તે માટે પ્રવૃત્તિ હોય છે, તો તે પણ સત્ય નથી; કારણ કે ઇચ્છા મોહનીય કર્મના ઉદય નિમિત્તે હોય છે, પરંતુ ભગવાનને મોહનીય કર્મનો તો સર્વથા અભાવ હોય છે, તેથી તેમને ભોજનની ઇચ્છા કેમ સંભવે? જો ઇચ્છા હોય તો વીતરાગતા હોઈ શકે નહિ.
જો તેમને ક્ષુધાદિની પીડાનો સંભવ માનવામાં આવે તો તેમને અનંત સૌખ્ય ક્યાં રહ્યું?
વળી કોઈ કહે છે કે અશાતા વેદનીય કર્મના ઉદયથી કેવલી ભગવાનને ક્ષુધા, તૃષા, રોગ, મળ - મૂત્રાદિક હોય છે; પરંતુ તેમનું તે કહેવું પણ અસત્ય છે, કારણ કે