કહાનજૈનશાસ્ત્રમાળા ]
अथोक्तदोषैर्विवर्जितस्याप्तस्य वाचिकां नाममालां प्ररूपयन्नाह — ક્ષુધા - તૃષા તો અશાતાવેદનીય કર્મની ઉદીરણાથી હોય છે, પરંતુ છઠ્ઠા ગુણસ્થાનમાં અશાતાની ઉદીરણાની વ્યુચ્છિત્તિ૧ છે, તેથી સાતમાદિ ગુણસ્થાનોમાં ક્ષુધાદિ વેદનાઓનો અભાવ છે.
સાતમા ગુણસ્થાનથી એક શાતાવેદનીયનો જ નવીન બંધ હોય છે, પણ અશાતાનો બંધ હોતો નથી. કેવલીને શાતાનો બંધ એક સમય પૂરતો જ હોય છે અને તેનો નિરંતર ઉદય થતો જ રહે છે, તેથી અશાતાનો ઉદય પણ શાતારૂપ પરિણમે છે. તેથી અશાતાના ઉદયજનિત પરીષહ જિનેન્દ્રને હોતા નથી. કેવલી ભગવાનને રાગ - દ્વેષ નષ્ટ થયા છે અને ઇન્દ્રિયજનિત જ્ઞાનનો અભાવ છે તેથી શાતા - અશાતાથી ઉત્પન્ન થયેલું ઇન્દ્રિયજનિત સુખ - દુઃખ કેવલીને હોતું નથી.
‘‘કેવળજ્ઞાનીને શરીર૨ સંબંધી સુખ - દુઃખ નથી, કારણ કે અતીન્દ્રિયપણું થયું છે તેથી એમ જાણવું.’’
‘‘કેવલી ભગવાનને શરીર સંબંધી ક્ષુધાદિ દુઃખ કે ભોજનાદિ સુખ હોતું નથી, તેથી તેમને કવલાહાર હોતો નથી.’’ (શ્રી પ્રવચનસાર ગાથા ૨૦ અને ભાવાર્થ)
‘‘જેમનાં ઘાતિકર્મો નાશ પામ્યાં તેમનું (કેવલી ભગવન્તોનું) સુખ (સર્વ) સુખોમાં પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ છે એવું વચન સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી, તેઓ અભવ્ય છે અને ભવ્યો તેનો સ્વીકાર (આદર - શ્રદ્ધા) કરે છે.’’ (શ્રી પ્રવચનસાર ગાથા ૬૨.)
માટે ભગવાનને કવલાહાર હોઈ શકે નહિ, એમ શ્રદ્ધા કરવી. ૬.
હવે પૂર્વોક્ત દોષોથી રહિત જે આપ્ત તેમનાં વાચક નામમાલાનું પ્રરૂપણ કરીને કહે છે — ૧. ‘જે ગુણસ્થાનમાં કર્મ પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્ત્વ (સત્તા)ની વ્યુચ્છિત્તિ કહી હોય તે
ગુણસ્થાનમાં તે પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્ત્વ (સત્તા) હોતાં નથી, તેને વ્યુચ્છિત્તિ કહે
છે.(જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા પ્રશ્ન ૬૦૪)
૨. જુઓ ‘શ્રી રત્નકરંડક શ્રાવકાચાર’ની પં. સદાસુખદાસજી કૃત હિન્દી ટીકા પૃષ્ઠ. ૭ – ૮.