કહાનજૈનશાસ્ત્રમાળા ]
गृहरहितानां । अस्यैवार्थस्य समर्थनार्थं दृष्टान्तमाह — रुधिरमलं धावते वारि । अलं शब्दो यथार्थे । अयमर्थो रुधिरं यथा मलिनमपवित्रं च वारि कर्तृ निर्मलं पवित्रं च धावते प्रक्षालयति तथा दानं पापं विमार्ष्टि ।।११४।।
साम्प्रतं नवप्रकारेषु प्रतिग्रहादिषु क्रियमाणेषु कस्मात् कि फलं सम्पद्यत इत्याह —
तपोनिधिषु यतिषु । प्रणतेः प्रणामकरणादुच्चैर्गोत्रं भवति । तथा કેવા પ્રકારના (અતિથિઓને)? ‘गृहविमुक्तानाम्’ ગૃહરહિત (ગૃહત્યાગી). આ જ અર્થનું સમર્થન કરવા માટે દ્રષ્ટાન્ત કહે છે – ‘रुधिरमलं धावते वारि’ ‘अलं’ શબ્દ યથાર્થના અર્થમાં છે. અર્થ આ છે — જેમ મલિન – અપવિત્ર રુધિરને નિર્મળ – પવિત્ર પાણી (કર્તા) ધૂએ છે – સારી રીતે સાફ કરે છે (અર્થાત્ જેમ પાણી રુધિરથી મેલને સાફ કરે છે), તેમ દાન પાપને ધોઈ નાખે છે – દૂર કરે છે.
ભાવાર્થ : — જેમ જળ રુધિરને (લોહીને) પૂરતી રીતે સાફ કરે છે, તેમ ગૃહત્યાગી અતિથિજનોને આપેલું આહારાદિનું દાન, પાપમય ગૃહકાર્યોથી સંચિત (ઉપાર્જિત) કરલાં પાપને પણ નક્કી નાશ કરે છે. ૧૧૪.
હવે પડિગાહના આદિ નવ પ્રકારનાં પુણ્યકાર્યો કરતાં શેનાથી શું – શું ફળ પ્રાપ્ત થાય છે? તે કહે છે —
અન્વયાર્થ : — [तपोनिधिषु ] તપસ્વી મુનિઓને [प्रणतेः ] પ્રણામ કરવાથી [उच्चैर्गोत्रं ] ઉચ્ચ ગોત્ર, [दानात् ] દાન દેવાથી [भोगः ] ભોગ, [उपासनात् ] (તેમની) ઉપાસનાથી [पूजा ] પ્રતિષ્ઠા – માન્યતા, [भक्तेः ] (તેમની) ભક્તિથી [सुंदररूपं ] સુંદર રૂપ અને [स्तवनात् ] (તેમની) સ્તુતિ કરવાથી [कीर्तिः ] કીર્તિ (પ્રાપ્ત થાય છે.)
ટીકા : — ‘तपोनिधिषु’ તપના નિધાનરૂપ યતિઓ પ્રત્યે ‘प्रणतेः’ પ્રણામ કરવાથી ‘उच्चैः गोत्रंः’ ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય છે તથા ‘दानात्’ ભોજનશુદ્ધિરૂપ દાનથી ભોગની