૨૬૪ ]
इत्थं दीयमानस्य फलं दर्शयन्नाह —
विमार्ष्टि स्फे टयति । खलु स्फु टं । किं तत् ? कर्म पापरूपं । कथंभूतं ? निचितमपि उपार्जितमपि पुष्टमपि वा । केन ? गृहकर्मणा सावद्यव्यापारेण । कोऽसौ कर्त्री ? प्रतिपूजा दानं । केषां अतिथीनां न विद्यते तिथिर्येषां तेषां । किंविशिष्टानां ? गृहविमुक्तानां સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી, જેનો લોભ શિથિલ (મંદ) થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે.’’
‘‘આ અતિથિસંવિભાગ – વૈયાવૃત્ય શિક્ષાવ્રતમાં દ્રવ્યઅહિંસા તો પ્રગટ છે જ, કેમ કે દાન દેવાથી બીજાની ક્ષુધા – તૃષાની પીડા મટે છે તથા દાતા લોભનો ત્યાગ કરે છે, તેથી ભાવઅહિંસા પણ થાય છે અર્થાત્ દાન કરનાર અહિંસા વ્રતનું પાલન કરે છે.’’૧ ૧૧૩.
આ પ્રમાણે આપવામાં આવેલા દાનનું ફળ દર્શાવીને કહે છે —
અન્વયાર્થ : — [खलु ] ખરેખર જેમ [वारि ] જળ [रुधिरम् ] લોહીને [अलम् ] સારી રીતે [धावते ] ધૂએ છે, (સાફ કરે છે) તેમ [गृहविमुक्तानाम् ] ગૃહત્યાગી [अतिथीनाम् ] અતિથિજનોને [प्रतिपूजा ] આપેલું યથાયોગ્ય આહારાદિ દાન, [गृहकर्मणा ] ગૃહકાર્યથી [निचितं ] સંચિત કરેલાં [कर्म अपि ] પાપોનો પણ [खलु ] ખરેખર [विमार्ष्टि ] નાશ કરે છે.
ટીકા : — ‘विमार्ष्टि’ નાશ કરે છે. ‘खलु’ ખરેખર – નક્કી. શું તે? ‘कर्म’ પાપરૂપ કર્મને. કેવાં (કર્મને)? ‘निचितं अपि’ ઉપાર્જિત – પોષેલાં (કર્મને) પણ. ‘केन’ શા વડે (ઉપાર્જિત)? ‘गृहकर्मणा’ પાપયુક્ત વ્યાપાર વડે. કર્તા કોણ? ‘प्रतिपूजा’ દાન. કોને? ‘अतिथीनां’ જેમને (આવવા માટે) કોઈ તિથિ (દિવસ) નિશ્ચિત નથી તેવા અતિથિજનોને. ૧. જુઓ પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૭૩ – ૧૭૪ ટીકા તથા ભાવાર્થ.