Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 253 of 315
PDF/HTML Page 277 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૬૩

एतैर्नवभिः पुण्यैः पुण्योपार्जनहेतुभि ।।११३।।

પડગાહવું, ઉચ્ચસ્થાન આપવું, ચરણપ્રક્ષાલન, પૂજન, પ્રણામ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ અને એષણા (ભોજન) શુદ્ધિએ નવ પ્રકારની ભક્તિ છે.

પુણ્યોપાર્જનના હેતુથી એ નવ પ્રકારની ભક્તિથી (દાતારે પાત્રને દાન આપવું જોઈએ).

ભાવાર્થ :સાત ગુણો સહિત શ્રાવક, ભદ્રપરિણામથી પાંચ સૂના અને આરંભ રહિત મુનિને, નવધાભક્તિપૂર્વક શુદ્ધ આહારાદિ આપે તેને દાન કહે છે.

વિશેષ

દાનને પાત્ર કોણ? ‘‘મોક્ષના કારણરૂપ ગુણોનો અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ગુણોનો સંયોગ જેમાં હોય તેને પાત્ર કહે છે. તેના ત્રણ પ્રકાર છે

૧. જઘન્ય પાત્ર (વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિ), ૨. મધ્યમ પાત્ર (દેશવ્રતી શ્રાવક) અને ૩. ઉત્તમ પાત્ર (મહાવ્રતી મુનિ).’’

જે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે તે જ દાનને પાત્ર છે. ઉપરોક્ત ત્રણ પ્રકારના પાત્રો સુપાત્ર છે. સમ્યક્ત્વરહિત બાહ્યવ્રત પાળનાર તે કુપાત્ર છે અને જેને સમ્યગ્દર્શન નથી, તેમ જ બાહ્યવ્રતચારિત્ર પણ નથી તે અપાત્ર છે.

‘અપાત્ર જીવોને દુઃખથી પીડિત દેખીને તેમના ઉપર દયાભાવ વડે તેમનું દુઃખ દૂર કરવાની ભાવના ગૃહસ્થ અવશ્ય કરે, પણ તેમના પ્રત્યે ભક્તિભાવ ન કરે, કેમ કે તેના પ્રત્યે ભક્તિભાવ કરવો તે તેમના પાપની અનુમોદના છે. કુપાત્રને યોગ્ય રીતે (કરુણાબુદ્ધિ વડે) આહારાદિ દાન દેવું જોઈએ.’’

‘‘ખરેખર જ્યારે આપણો અંતરંગ કષાય જે લોભ છે તેનો ત્યાગ થાય છે, ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે. તેથી લોભ કષાયનો ત્યાગ જ ખરું દાન છે અને લોભ કષાય ભાવહિંસાનો એક ભેદ છે; તેથી જે સત્પુરુષ દાન કરે છે તે જ ખરી રીતે અહિંસાવ્રત પાળે છે.’’

‘‘પોતાને માટે બનાવેલું ભોજન ‘હું મુનિમહારાજને આપું છું’ એમ ત્યાગભાવનાનો ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય, શ્લોક ૧૭૧. ૨. ગુજરાતી મોક્ષશાસ્ત્ર, પૃષ્ઠ ૬૨૬.