કહાનજૈનશાસ્ત્રમાળા ]
अल्पमपि दानमुचितकाले । पात्रगतं सत्पात्रे दत्तं । शरीरभृतां संसारिणां । इष्टं फलं बह्वनेकप्रकारं सुन्दररूपभोगोपभोगादिलक्षणं फलति । कथंभूतं ? छायाविभवं छाया माहात्म्यं विभवः सम्पत् तौ विद्येते यत्र । अस्यैवार्थस्य समर्थनार्थं क्षितीत्यादिदृष्टान्तमाह । क्षितिगतं सुक्षेत्रे निक्षिप्तं यथा अल्पमपि वटबीजं बहुफलं फलति । कथं ? छायाविभवं छाया आतपनिरोधिनी तस्या विभवः प्राचुर्यं यथा भवत्येवं फलति ।।११६।।
અન્વયાર્થ : — જેવી રીતે [काले ] ઉચિત કાળે – સમયે [क्षितिगतम् ] (ફળદ્રુપ) જમીનમાં વાવેલું [वटबीजं इव ] વડલાનું બીજ [छायाविभवं ] (મોટી) છાયાના વૈભવને અને [बहुफलम् ] બહુ ફળોરૂપે [फलति ] ફળ આપે છે – ફળે છે (પ્રાપ્ત કરે છે), તેવી રીતે [काले ] ઉચિત સમયે [पात्रगतम् ] પાત્રને આપેલું [अल्पंअपि ] થોડું પણ [दानं ] દાન [शरीरभृतां ] જીવોને [छायाविभवं ] ઉત્તમ ઐશ્વર્ય અને વિભૂતિયુક્ત [इष्टम् ] ઇચ્છિત [बहुफलम् ] ભોગોપભોગાદિરૂપ અનેક ફળોરૂપે [फलति ] ફળે છે.
ટીકા : — ‘काले’ ઉચિત કાળે ‘पात्रगतं’ સત્પાત્રને આપેલું ‘अल्पमपि दानं’ થોડું પણ દાન ‘शरीरभृताम्’ સંસારી જીવોને ‘इष्टं’ ઇચ્છિત ‘बहुफलं’ ભોગોપભોગાદિરૂપ અનેક પ્રકારનાં સુંદર ફળરૂપે ‘फलति’ ફળે છે. કેવાં (ફળરૂપે)? ‘छायाविभवं’ છાયા એટલે માહાત્મ્ય અને વિભવ એટલે સંપત્ – બંને જ્યાં હોય તેવાં (અર્થાત્ મહા ઐશ્વર્ય અને વિભૂતિયુક્ત). આ જ અર્થના સમર્થન માટે ‘क्षिति’ ઇત્યાદિનું દ્રષ્ટાન્ત આપે છે — ‘क्षितिगतम्’ સુક્ષેત્રે વાવેલું ‘काले’ યોગ્ય સમયે ‘अल्पमपि वटबीजमिव’ નાનું પણ વડલાનું બીજ જેમ ‘बहुफलं फलति’ બહુ ફળરૂપે ફળે છે; કેવું (ફળે છે)? ‘छायाविभवं’ તાપને રોકનારી છાયા – તેના વિભવરૂપે અર્થાત્ વિશાળતારૂપે (પ્રચુરતારૂપે) ફળે છે તેમ.
ભાવાર્થ : — જેમ ફળદ્રુપ જમીનમાં વાવેલું નાનું વડલાનું બીજ, યોગ્યકાળે વિશાળ છાયા અને અનેક ફળોરૂપે ફળે છે, તેમ યોગ્ય પાત્રને દીધેલું અલ્પ દાન પણ યોગ્ય સમયે જીવને (દાતારને) વિશાળ ઐશ્વર્ય, સંપત્તિ અને ઇચ્છાનુસાર અનેક ભોગોપભોગાદિ ફળરૂપે ફળે છે.