૨૬૮ ]
तच्चैवंविधफलसम्पादकं दानं चतुर्भेदं भवतीत्याह —
રયણસારમાં કહ્યું છે કે —
સત્પુરુષોને દાન કલ્પતરુઓનાં ફળની શોભા જેવું છે અને લોભી – પાપી પુરુષોને આપેલું દાન મડદાની ઠાઠડીની શોભા જેવું છે — એમ જાણ.
તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે — विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः। અધ્યાય ૭/૩૯.
વિધિવિશેષ, દ્રવ્યવિશેષ, દાતૃવિશેષ અને પાત્રવિશેષથી દાનમાં વિશેષતા હોય છે. ૧. વિધિવિશેષ — નવધાભક્તિના ક્રમને વિધિવિશેષ કહે છે.
૨. દ્રવ્યવિશેષ — તપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિમાં કારણ એવા આહારાદિને દ્રવ્યવિશેષ કહે છે.
૩. દાતૃવિશેષ — જે દાતાર શ્રદ્ધા વગેરે સાત ગુણો સહિત હોય, તેને દાતૃવિશેષ કહે છે.
૪. પાત્રવિશેષ — જે સમ્યક્ચારિત્ર વગેરે ગુણો સહિત હોય, એવા મુનિ વગેરેને પાત્રવિશેષ કહે છે. ૧૧૬.
આવા પ્રકારનાં ફળને પ્રાપ્ત કરનાર દાનના ચાર ભેદ છે તે કહે છે —
અન્વયાર્થ : — [आहारौषधयोः अपि ] આહાર તથા ઔષધિ [च ] અને [उपकरणावासयोः ] જ્ઞાનનાં સાધન શાસ્ત્રાદિ ઉપકરણ તથા આવાસ (વસતિકા, સ્થાન)