કહાનજૈનશાસ્ત્રમાળા ]
वैयावृत्यं दानं ब्रुवते प्रतिपादयंति । कथं ? चतुरात्मत्वेन चतुःप्रकारत्वेन । के ते ? चतुरस्राः पण्डिताः । तानेव चतुष्प्रकारान् दर्शयन्नाहारेत्याद्याह — आहारश्च भक्तपानादिः औषधं च व्याधिस्फोटकं द्रव्यं तयोर्द्वयोरपि दानेन । न केवल तयोरेव अपि तु उपकरणावासयोश्च उपकरणं ज्ञानोपकरणादिः आवासो वसतिकादिः ।।११७।।
तच्चतुष्प्रकारं दानं किं केन दत्तमित्याह —
चतुर्विकल्पस्य चतुर्विधवैयावृत्यस्य दानस्यैते श्रीषेणादयो दृष्टान्ता मन्तव्याः । [चतुरात्मत्वेन दानेन ] એ ચાર પ્રકારનાં દાન કરીને [चतुरस्राः ] ચાર જ્ઞાનના ધારક ગણધર દેવો [वैयावृत्यम् ] વૈયાવૃત્યને ચાર પ્રકારના ભેદ રૂપે [ब्रुवते ] કહે છે.
ટીકા : — ‘चतुरस्राः चतुरात्मत्वेन वैयावृत्यं ब्रुवते’ પંડિતો દાનને ચાર પ્રકારે કહે છે. તે જ ચાર પ્રકારો દર્શાવીને કહે છે — ‘आहारेत्यादि’ ભોજન, પાનાદિને આહાર કહે છે. વ્યાધિનાશક દ્રવ્યને ઔષધ કહે છે. તે બંનેના દાનથી, કેવળ તે બંનેના દાનથી નહિ પણ ‘उपकरणावासयोश्च’ જ્ઞાનનાં ઉપકરણ આદિ અને વસતિકાદિ ( – એ બંનેના દાનથી પણ) વૈયાવૃત્ય – દાન ચાર પ્રકારે છે.
ભાવાર્થ : — વૈયાવૃત્ય (દાન)ના ચાર પ્રકાર છે — (૧) આહારદાન, (૨) ઔષધદાન, (૩) ઉપકરણદાન, (૪) આવાસદાન. ૧૧૭.
આ ચાર પ્રકારનું કયું દાન કોણે આપ્યું તે કહે છે —
અન્વયાર્થ : — [श्रीषेणवृषभसेने ] શ્રીષેણ રાજા, (એક શેઠની સુપુત્રી), વૃષભસેના, [कौण्डेशः ] કૌણ્ડેશ (નામનો કોટવાળ) [च ] અને [सूकरः ] શૂકર [एते ] એ (ક્રમથી) [चतुर्विकल्पस्य ] ચાર પ્રકારનાં [वैयावृत्यस्य ] વૈયાવૃત્યનાં [दृष्टान्ताः ] દ્રષ્ટાન્તો [मन्तव्याः ] માનવા યોગ્ય છે.
ટીકા : — ‘चतुर्विकल्पस्य’ ચાર પ્રકારનાં ‘वैयावृत्यस्य’ વૈયાવૃત્ય – દાનનાં ‘एते’ એ