૨૭૦ ]
तत्राहारदाने श्रीषेणो दृष्टान्तः । अस्य कथा —
मलयदेशे रत्नसंचयपुरे राजा श्रीषेणो राज्ञी सिंहनन्दिता द्वितीया अनिन्दिता च । पुत्रौ क्रमेण तयोरिन्द्रोपेन्द्रौ । तत्रैव ब्राह्मणः सात्यकिनामा, ब्राह्मणी जम्बू, पुत्री सत्यभामा । पाटलिपुत्रनगरे ब्राह्मणो रुद्रभट्टो बटुकान् वेदं पाठयति । तदीयचेटिकापुत्रश्च कपिलनामा तीक्ष्णमतित्वात् १छद्मना वेदं श्रृण्वन् तत्पारगो जातो । रुद्रभट्टेन च कुपितेन पाटलिपुत्रान्निर्घाटितः । २सोत्तरीयं यज्ञोपवीतं परिधाय ब्राह्मणो भूत्वा रत्नसंचयपुरे गतः । सात्यकिना च तं वेदपारगं सुरूपं च दृष्ट्वा सत्यभामाया योग्योऽयमिति मत्वा सा तस्मै दत्ता । सत्यभामा च रतिसमये बिटचेष्टां तस्य दृष्ट्वा कुलजोऽयं न भविष्यतीति सा सम्प्रधार्य चित्ते विषादं वहन्ती तिष्ठति । एतस्मिन् प्रस्तावे रुद्रभट्टस्तीर्थयात्रां कुर्वाणो रत्नसंचयपुरे ‘श्रीषेण’ શ્રીષેણ આદિ ‘दृष्टान्ताः’ દ્રષ્ટાન્તો ‘मन्तव्याः’ માનવાં. (શ્રીષેણ રાજા આહારદાનનું, વૃષભસેના ઔષધદાનનું, કૌંડેશ ઉપકરણદાનનું અને શૂકર આવાસદાનનું દ્રષ્ટાન્ત છે.)
આહારદાનમાં શ્રીષેણ દ્રષ્ટાંત રૂપે છે.
મલયદેશમાં રત્નસંચય નગરમાં શ્રીષેણ રાજા હતો. તેને એક સિંહનંદિતા અને બીજી અનિંદિતા નામની રાણીઓ હતી. તે બંનેને અનુક્રમે ઇન્દ્ર અને ઉપેન્દ્ર નામના બે પુત્રો હતા. ત્યાં જ એક સાત્યકી નામનો બ્રાહ્મણ હતો; તેની બ્રાહ્મણીનું નામ જંબુ અને પુત્રીનું નામ સત્યભામા હતું.
પાટલીપુત્ર નગરમાં એક રુદ્રભટ્ટ નામનો બ્રાહ્મણ બટુકોને (બાળકોને) વેદ શીખવતો હતો. તેની ચેટિકાનો (દાસીનો) પુત્ર કપિલ હતો, તે છૂપા વેશે (કપટથી), તીક્ષ્ણ બુદ્ધિના કારણે વેદનું શ્રવણ કરીને તેમાં પારંગત થયો. રુદ્રભટ્ટે ગુસ્સે થઈને તેને પાટલીપુત્રમાંથી કાઢી મૂક્યો. ખેસ નાખી તથા જનોઈ પહેરી તે બ્રાહ્મણ બનીને રત્નસંચય નગરમાં ગયો. સાત્યકીએ તેને વેદમાં પારંગત અને સુંદર રૂપવાળો દેખીને ‘આ સત્યભામાને યોગ્ય છે’ — એમ માનીને કપિલને સત્યભામા આપી.
રતિ સમયે (કામક્રીડા સમયે) તેની વિટ જેવી (હલકા પુરુષ જેવી) ચેષ્ટા દેખીને, ‘આ કુળવાન હશે નહિ’ એમ ધારી સત્યભામા મનમાં વિષાદ (ખેદ) કરતી, તે દરમિયાન १. कर्णलब्ध्या वेदंश्रृण्वान घ । २. सोत्तरीययज्ञोपवीतं घ ।