કહાનજૈનશાસ્ત્રમાળા ]
समायातः । कपिलेन प्रणम्य निजधवलगृहे नीत्वा भोजनपरिधानादिकं कारयित्वा सत्यभामायाः सकललोकानां च मदीयोऽयं पितेति कथितम् । सत्यभामया चैकदा रुद्रभट्टस्य विशिष्टं भोजनं बहुसुवर्णं च दत्वा पादयोर्लगित्वा पृष्टं — तात ! तव शीलस्य लेशोऽपि कपिले नास्ति, ततः किमयं तव पुत्रो भवति न वेति सत्यं मे कथय । ततस्तेन कथितं, पुत्री ! मदीयचेटिकापुत्र इति । एतदाकर्ण्य तदुपरि विरक्ता सा हठादयं मामभिगमिष्यतीति मत्वा सिंहनन्दिताग्रमहादेव्याः शरणं प्रविष्टा, तया च सा पुत्री ज्ञाता । एवमेकदा श्रीषेणराजेन परमभक्त्या विधिपूर्वकमर्ककीर्त्यामितगतिचारणमुनिभ्यां दानं दत्तम् । तत्फलेन राज्ञा सह भोगभूमावुत्पन्ना । तदनुमोदनात् सत्यभामापि तत्रैवोत्पन्ना । स राजा श्रीषेणो दानप्रथमकारणात् पारंपर्येण शान्तिनाथतीर्थंकरो जातः । आहारदानफलम् ।
औषधदाने वृषभसेनाया दृष्टान्तः । अस्याः कथा — રુદ્રભટ્ટ તીર્થયાત્રા કરતો – કરતો રત્નસંચય નગરમાં આવ્યો. કપિલ તેને પ્રણામ કરીને પોતાના ધવલગૃહમાં લઈ ગયો અને ભોજન – વસ્ત્રાદિક કરાવીને (અપાવીને) સત્યભામા અને સર્વ લોકની સામે તેણે કહ્યું કે — ‘‘આ મારા પિતા છે.’’
એક દિવસ સત્યભામાએ રુદ્રભટ્ટને વિશિષ્ટ (ઉત્તમ) ભોજન તથા બહુ સુવર્ણ આપી, તેને પગે લાગીને પૂછ્યુંઃ ‘‘તાત! કપિલમાં આપના સ્વભાવનો એક અંશ પણ નથી; તેથી આ તમારો પુત્ર છે કે નહિ તે મને સત્ય કહો.’’
પછી તેણે કહ્યું, ‘‘પુત્રી! એ મારી ચેટિકાનો (રખાતનો) પુત્ર છે.’’ એ સાંભળીને તે તેના ઉપર વિરક્ત (ઉદાસીન) થઈ. અને ‘‘હઠથી આ મારી સાથે સંભોગ કરશે’’ એમ માનીને પ્રથમ મહાદેવી (પટ્ટરાણી) સિંહનંદિતાને શરણે ગઈ. તેણે પણ તેને પુત્રી તરીકે માનીને રાખી.
એક દિવસ તેણે (રાણીએ) શ્રીષેણ રાજા સાથે પરમ ભક્તિથી વિધિપૂર્વક અર્કકીર્તિ અને અમિતગતિ – બે ચારણ મુનિઓને દાન દીધું. તેના ફળથી તે રાણી રાજા સાથે ભોગભૂમિમાં ઉત્પન્ન થઈ. તેના (દાનના) અનુમોદનથી સત્યભામા પણ ત્યાં જ અવતરી. તે રાજા શ્રીષેણ પ્રથમ (આહારદાનના) દાનના કારણે પરંપરાએ શાંતિનાથ તીર્થંકર થયા. આહારદાનનું આ ફળ છે. ૧.
ઔષધદાનમાં વૃષભસેનાનું દ્રષ્ટાન્ત છે.