૨૭૨ ]
जनपददेशे कावेरीपत्तने राजोग्रसेनः, श्रेष्ठी धनपतिः, भार्या धनश्रीः, पुत्री वृषभसेना, तस्या धात्री रूपवती नामा । एकदा वृषभसेनास्नानजलगर्तायां रोगगृहीतं कुक्कुरं पतितलुठितोऽत्थितं रोगरहितमालोक्य चिन्तितं धात्र्या — पुत्रीस्नानजलमेवास्यारोग्यत्वे कारणम् । ततस्तया धात्र्या निजजनन्या द्वादशवार्षिकाक्षिरोगगृहीतायाः कथिते तया लोचने तेन जलेन परीक्षार्थमेकदिने र्धोतेदृष्टी च शोभने जाते । ततः सर्वरोगापनयने सा धात्री प्रसिद्धा तत्र नगरे संजाता । एकदोग्रसेनेन रणपिंगलमंत्री बहुसैन्योपेतो मेघपिंगलोपरि प्रेषितः । स तं देशं प्रविष्टो विषोदकसेवनात् ज्वरेण गृहीतः । स च व्याघुटयागतः रूपवत्या च तेन जलेन नीरोगीकृतः । उग्रसेनोऽपि कोपात्तत्र गतः तथा ज्वरितो व्याघुटयायातो रणपिंगलाज्जलवृत्तान्तमाकर्ण्य तज्जलं याचितवान् । ततो मंत्र उक्तो धनश्रिया भोः श्रेष्ठिन् ! कथं नरपतेः शिरसि पुत्रीस्नानजलं क्षिप्यते ? धनपतिनोक्तं यदि पृच्छति राजा जलस्वभावं
જનપદદેશમાં કાવેરી શહેરમાં રાજા ઉગ્રસેન, શેઠ ધનપતિ, તેની સ્ત્રી ધનશ્રી, તેની પુત્રી વૃષભસેના અને તેની ધાવમાતા (ધાત્રી) રૂપવતી નામે હતાં.
એક દિવસ વૃષભસેનાના સ્નાનજળના ખાડામાં એક રોગગ્રસ્ત કૂતરું પડ્યું, આળોટ્યું અને નીકળ્યું. તેના રોગરહિત દેખીને ધાત્રીએ વિચાર્યુંઃ ‘‘પુત્રીનું સ્નાનજળ જ તેની આરોગ્યતાનું કારણ છે.’’
પછી તે ધાત્રીએ બાર વર્ષથી આંખના રોગથી પીડાતી પોતાની માતાને આ વાત કરી. એક દિવસ પરીક્ષા માટે તે જળથી પોતાનાં નેત્રો ધોતાં, તેની (ધાત્રીની માતાની) આંખો સારી થઈ ગઈ. આ ઘટનાથી તે ધાત્રી સર્વ રોગો મટાડનારી છે, એમ તે નગરમાં પ્રસિદ્ધ થઈ.
એક દિવસ રાજા ઉગ્રસેને બહુ સૈન્ય સાથે રણપિંગલ મંત્રીને મેઘપિંગલ ઉપર (ચઢાઈ કરવા) મોકલ્યો. મંત્રી જેવો જ તે દેશમાં પ્રવેશ્યો કે તરત જ ઝેરી પાણીના સેવનથી તાવે સપડાયો. તે જલદી પાછો આવ્યો અને રૂપવતી (ધાત્રી)એ તે જળથી (સ્નાનજળથી) તેને નીરોગી (રોગરહિત) કર્યો. રાજા ઉગ્રસેન પણ કોપથી ત્યાં (મેઘપિંગલના દેશમાં) ગયો અને તેવી રીતે તાવમાં સપડાઈ જલદી પાછો આવ્યો. રણપિંગલ પાસેથી જળની હકીકત સાંભળીને તેણે તે જળની યાચના કરી. પછી ધનશ્રીએ મંત્રીને (શેઠને) કહ્યું, ‘‘અરે શેઠ! રાજાના મસ્તક ઉપર પુત્રીનું સ્નાનજળ કેવી રીતે નખાય?’’