૨૭૪ ]
वृषभसेनाराज्ञीनाम्ना कारितास्तेषु भोजनं कृत्वा कावेरीपत्तनं ये गतास्तेभ्यो ब्राह्मणादिभ्यस्तं वृत्तान्तमाकर्ण्य रुष्टया रूपवत्या भणिता वृषभसेने ! त्वं मामपृच्छन्ती वाराणस्यां कथं सत्कारान् कारयसि ? तया भणितमहं न कारयामि किन्तु मम नाम्ना केनचित्कारणेन केनापि कारिताः । तेषां शुद्धि कुरु त्वमिति चरपुरुषैः कृत्वा यथार्थ ज्ञात्वा तया वृषभसेनायाः सर्वं कथितम् । तया च राजानं विज्ञाप्य मोचितः पृथिवीचन्द्रः । तेन च चित्रफलके वृषभसेनोग्रसेनयो रूपे कारिते । तयोरधो निजरूपं सप्रणामं कारितम् । स फल- कस्तयोर्दर्शितः भणिता च वृषभसेना राज्ञी — देवि ! त्वं मम मातासि त्वत्प्रसादादिदं जन्म सफलं मे जातं । तत उग्रसेनः सन्मानं दत्वा भणितवान् — त्वया मेघपिंगलस्योपरि गंतव्यमित्युक्त्वा स च ताभ्यां वाराणस्यां प्रेषितः । मेघपिंगलोऽप्येतदाकर्ण्य ममायं
તેણે કહ્યું, ‘‘મેં ભોજનગૃહ કરાવ્યું નથી, પરંતુ મારા નામે કોઈએ કોઈ કારણથી તે કરાવેલ છે, તમે તેનો પત્તો મેળવો.’’
છૂપા પુરુષો દ્વારા યથાર્થ જાણીને જેણે (રૂપવતીએ) વૃષભસેનાને બધું કહ્યું અને તેણે રાજાને વિજ્ઞાપના (વિનતી) કરી પૃથિવીચંદ્રને છોડાવ્યો.
તેણે (પૃથિવીચન્દ્રે) ચિત્રના પાટિયા ઉપર (ચિત્રબોર્ડ ઉપર) વૃષભસેના અને રાજા ઉગ્રસેન બંનેનું રૂપચિત્ર દોરાવ્યું અને તે બંનેની નીચે પ્રણામ કરતા એવા પોતાનું રૂપ (ચિત્ર) દોરાવ્યું. તે ચિત્રબોર્ડ તે બંનેને બતાવ્યું અને વૃષભસેનાને કહ્યું, ‘‘દેવી! તમે મારી માતા છો, તમારી કૃપાથી મારો આ જન્મ સફળ થયો.’’
પછી રાજા ઉગ્રસેન તેનું સન્માન કરી બોલ્યો, ‘‘તારે મેઘપિંગળ ઉપર ચડાઈ કરવી.’’
એમ કહીને તેને બંને સાથે વારાણસી મોકલ્યો. મેઘપિંગળ પણ એ સાંભળીને ‘‘આ પૃથિવીચંદ્ર મારો મર્મભેદી છે.’’ એવો વિચાર કરીને આવ્યો અને રાજા ઉગ્રસેનની બહુ મહેરબાનીથી તેનો સામન્ત થયો.
‘‘આ સ્થાને બેઠેલા એવા મારી પાસે જે પ્રાભૃત (ભેટ) આવશે તેનો અર્ધો ભાગ મેઘપિંગળને અને અર્ધો ભાગ હું વૃષભસેનાને આપીશ.’’ એવી ઉગ્રસેને વ્યવસ્થા કરી.
એક દિવસ બે રત્નકંબલ આવી. નામાંકિત કરીને એક એક કંબલ તે બંનેને આપી. એક દિવસ મેઘપિંગળની વિજ્યા નામની રાણી મેઘપિંગળની કંબલ ઓઢીને પ્રયોજનવશાત્ રૂપવતી પાસે ગઈ, ત્યાં કંબલની અદલાબદલી થઈ ગઈ. એક દિવસ વૃષભસેનાવાળી