Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 265 of 315
PDF/HTML Page 289 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૭૫

पृथिवीचन्द्रो मर्मभेदीति पर्यालोच्यागत्य चोग्रसेनस्यातिप्रसादितः सामन्तो जातः उग्रसेनेन चास्थानस्थितस्य यन्मे प्राभृतमागच्छति तस्यार्धं मेघपिंगलस्य दास्यामि अर्धं च वृषभसेनाया इति व्यवस्था कृता एवमेकदा रत्नकंबलद्वयमागतमेकैकं सनामाङ्कं कृत्वा तयोर्दत्तं एकदा मेघपिंगलस्य राज्ञी विजयाख्या मेघपिंगलकम्बलं प्रावृत्य प्रयोजनेन रूपवतीपार्श्वे गता तत्र कम्बलपरिवर्तो जातः एकदा वृषभसेनाकम्बलं प्रावृत्त्य मेघपिंगलः सेवायामुग्रसेनसभायामागतः राजा च तमालोक्यातिकोपाद्रक्ताक्षो बभूव मेघपिंगलश्च तं तथाभूतमालोक्य ममोपरि कुपितोऽयं राजेति ज्ञात्वा दूरं नष्टः वृषभसेना च रुष्टेनोग्रसेनेन मारणार्थं समुद्रजले निक्षिप्ता तया च प्रतिज्ञा गृहीता यदि एतम्मादुपसर्गादुद्धरिष्यामि तदा तपः करिष्यामीति ततो व्रतमाहात्म्याज्जलदेवतया तस्याः सिंहासनादिप्रातिहार्यं कृतम् तच्छ्रुत्वा पश्चात्तापं कृत्वा राजा तमानेतुं गतः आगच्छता वनमध्ये गुणधरनामाऽवधिज्ञानी मुनिद्रर्ष्टिः स च वृषभसेनया प्रणम्य निजपूर्वभवचेष्टितं पृष्टः कथितं च भगवता यथापूर्वभवे त्वमत्रैव ब्राह्मणपुत्री नागश्री नामा जातासि राजकीयदेवकुले सम्मार्जनं કંબલ ઓઢીને મેઘપિંગળ, રાજા ઉગ્રસેનની સભામાં તેની સેવામાં આવ્યો. તેને જોઈને અતિકોપથી રાજાની આંખો લાલચોળ થઈ ગઈ. મેઘપિંગળ તેને તેવો જોઈને, ‘‘આ રાજા મારા ઉપર ગુસ્સે થયો છે’’એમ જાણીને દૂર ભાગ્યો. ગુસ્સે થયેલા ઉગ્રસેને વૃષભસેનાને મારવા માટે સમુદ્રના પાણીમાં ફેંકી. તેણે (વૃષભસેનાએ) પ્રતિજ્ઞા કરી કે, ‘‘જો હું આ ઉપસર્ગમાંથી બચીશ તો તપ કરીશ.’’

પછી વ્રતના માહાત્મ્યથી, જળદેવતાએ તેનું સિંહાસનાદિ પ્રાતિહાર્ય કર્યું. તે સાંભળીને રાજાને પશ્ચાત્તાપ થયો અને તે તેને લેવા ગયો. પાછા આવતાં રાજાએ વનમાં ગણધર નામના અવધિજ્ઞાની મુનિ દીઠા; તેમને પ્રણામ કરી વૃષભસેનાએ પોતાના પૂર્વભવની કરણી પૂછી.

ભગવાને કહ્યું, ‘‘પૂર્વભવમાં તું અહીં જ નાગશ્રી નામની બ્રાહ્મણ પુત્રી તરીકે જન્મી હતી. રાજાના દેવકુળમાં તું કચરો કાઢતી. તે દેવકુળમાં એક દિવસ બપોર પછી કિલ્લાની અંદર પવનરહિત ખાડામાં મુનિદત્ત નામના મુનિ પદ્માસને કાયોત્સર્ગમાં બેઠા હતા. તેણે (બ્રાહ્મણ પુત્રીએ) ગુસ્સે થઈને કહ્યું, ‘‘કટકમાંથી (સેનાની છાવણીમાંથી) રાજા પાછા ફર્યા છે, તેઓ અત્રે આવશે, માટે ઊઠો, ઊઠો. મારે કચરો વાળવો છે.’’

એવું તે બોલતી રહી અને મુનિ ત્યાં કાયોત્સર્ગ કરીને મૌનથી સ્થિત રહ્યા. પછી