Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 266 of 315
PDF/HTML Page 290 of 339

 

૨૭૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

करोषि तत्र देवकुले चैकदाऽपराह्ने प्राकाराभ्यन्तरे निर्वातगर्तायां मुनिःदत्तनामा मुनिः पर्यंककायोत्सर्गेण स्थितः त्वया च रुष्टया भणितः कटकाद्राजा समायातो- ऽत्रागमिष्यतीत्युत्तिष्ठोत्तिष्ठ सम्मार्जनं करोमि लग्नेति ब्रुवाणायास्तत्र मुनिः कायोत्सर्गं विधाय मौनेन स्थितः ततस्त्वय कचवारेण पूरयित्वोपरि सम्मार्जनं कृतम् प्रभाते तत्रागतेन राज्ञा तत्प्रदेशे क्रीडता उच्छ्वसितनिःश्वसितप्रदेशं दृष्ट्वा उत्खन्य निःसारितश्च स मुनिः ततस्त्वयात्मनिन्दां कृत्वा धर्मे रुचिः कृता परमादरेण च तस्य मुनिस्त्वया तत्पीडोपशमनार्थं विशिष्टमौषधदानं वैयावृत्यं च कृतम् ततो निदानेन मृत्वेह धनपतिधनश्रियोः पुत्री वृषभसेना नाम जातासि औषधदानफलात् सर्वौषधर्द्धिफलं जातम् कचवारपूरणात् कलङ्किता च इति श्रुत्वात्मानं मोचयित्वा वृषभसेना तत्समीपे आर्यिका जाता औषधदानस्य फलम्

श्रुतदाने कौण्डेशो दृष्टान्तः अस्य कथा

कुरुमणिग्रामे गोपालो गोविन्दनामा तेन च कोटरादुद्धृत्य चिरन्तनपुस्तकं प्रपूज्य

કચરાથી (તે ખાડો) પૂરીને તેણે ઉપર સંમાર્જન (સાફસૂફ) કર્યું.

પ્રભાતમાં ત્યાં આવેલા રાજા તે પ્રદેશમાં ક્રીડા કરતાંકરતાં તે સ્થાને પહોંચ્યો, ત્યારે ઉચ્છ્વાસનિઃશ્વાસના કારણે ઊંચાનીચા થતા તે પ્રદેશને જોઈને (તે પ્રદેશને) ખોદાવીને મુનિને બહાર કાઢ્યા. પછી તેણે (બ્રાહ્મણ પુત્રીએ) આત્મનિંદા કરીને ધર્મમાં રુચિ કરી. તે મુનિની પીડાને શાંત કરવા માટે તેણે પરમ આદરથી વિશિષ્ટ (ઉત્તમ) ઔષધદાન અને વૈયાવૃત્ય કર્યું. પછી નિદાનથી મરીને અહીં તું ધનપતિ અને ધનશ્રીને ત્યાં વૃષભસેના નામની પુત્રી તરીકે જન્મી છે. ઔષધદાનના ફળથી તને સર્વોષધૠદ્ધિનું ફળ પ્રાપ્ત થયું છે અને કચરો પૂરવાને કારણે તું કલંકિત થઈ છે.’’

આમ સાંભળીને પોતાની જાતને રાજાથી છોડાવીને વૃષભસેના તેમના સમીપે આર્જિકા થઈ. આ ઔષધદાનનું ફળ છે. ૨.

શ્રુતના ઉપકરણના દાનમાં કૌંડેશ દ્રષ્ટાન્ત છે.

કાyMેશની કથા

કુરુમણિ ગામમાં ગોવિન્દ નામનો ગોવાળિયો હતો. તેણે પુરાતન પુસ્તકનો १. कुरुमरि इति ग, घ० कुमार ख