કહાનજૈનશાસ્ત્રમાળા ]
भक्त्या पद्मनन्दिमुनये दत्तम् । तेन पुस्तकेन तत्राटव्यां पूर्वभट्टारकाः केचित् किल पूजां कृत्वा कारयित्वा च व्याख्यानं कृतवन्तः कोटरे धृत्वा च गतवन्तश्च । गोविन्देन च बाल्यात्प्रभृति तं दृष्ट्वा नित्यमेव पूजा करता वृक्षकोटर२स्यापि । एष स गोविन्दो निदानेन मृत्वा तत्रैव ग्रामकूटस्य पुत्रोऽभूत् । तमेव पद्मनन्दिमुनिमालोक्य जातिस्मरो जातः । तपो गृहीत्वा कोण्डेशनामा महामुनिः श्रुतधरोऽभूत् । इति श्रुतदानस्य फलम् ।
मालवदेशे घटग्रामे कुम्भकारो देविलनामा३ नापितश्च धमिल्लनामा । ताभ्यां पथिकजनानां वसतिनिमित्तं देवकुलं कारितम् । एकदा देविलेन मुनये तत्र प्रथमं वसतिर्दत्ता धमिल्लेन च पश्चात् परिव्राजकस्तत्रानीय धृतः । ताभ्यां च धमिल्लपरिव्राजकाभ्यां निःसारितः કોટરમાંથી (બખોલમાંથી) ઉદ્ધાર કરીને તથા ભક્તિથી તેનું પૂજન કરીને પદ્મનન્દિ મુનિને તે આપ્યું. તે પુસ્તક દ્વારા તે જંગલમાં કોઈ પૂર્વ ભટ્ટારકોએ તેની પૂજા કરી તથા કરાવીને, વ્યાખ્યાન કર્યું હતું અને તેને કોટરમાં (બખોલમાં) મૂકીને ચાલ્યા ગયા હતા. ગોવિન્દ બાળપણથી તે શાસ્ત્ર જોઈને નિત્ય તેની પૂજા કરતો. ફરીથી તેનાં દર્શન થાય તે માટે તેણે તેને વૃક્ષના કોટરમાં સ્થાપિત કર્યું. તે ગોવિન્દ નિદાનથી મરીને તે ગામમાં જ ગ્રામકૂટનો પુત્ર થયો. તે જ પદ્મનંદિ મુનિને જોઈને તેને જાતિસ્મરણ થયું. તપ ધારણ કરીને તે કૌંડેશ નામનો શ્રુતધર મહામુનિ થયો.
એ પ્રમાણે શ્રુતદાનનું – શ્રુતના ઉપકરણના દાનનું ફળ છે. ૩.
વસતિના દાનમાં સૂકર દ્રષ્ટાન્ત છે.
માલવ દેશમાં ઘટ ગામમાં દેવિલ નામનો કુંભાર અને ધમિલ્લ નામનો હજામ હતો. તે બંનેએ મુસાફરોને રહેવા માટે દેવકુળ કરાવ્યું.
એક દિવસ દેવિલે મુનિને ત્યાં પહેલા રાખ્યા અને પછી ધમિલ્લે ભિક્ષુકને ત્યાં લાવી રાખ્યો. ધમિલ્લ અને ભિક્ષુક બંને દ્વારા કાઢી મૂકાયેલા તે મુનિ વૃક્ષના મૂળમાં રાત્રે ડાંસ – મચ્છર – શીત આદિ સહન કરતા ઠર્યા. પ્રભાતે દેવિલ અને ધમિલ્લ – બંને તે કારણે પરસ્પર યુદ્ધ કરીને મર્યા અને વિન્ધ્યદેશમાં અનુક્રમે મોટો ભૂંડ અને વાઘ તરીકે २. वृक्षस्य इति ग० । पूजां कृत्वा वृक्षकोटरे स्थापितं इति ख० । ३. देवलनामा ।