૨૭૮ ]
स मुनिर्वृक्षमूले रात्रौ दंशमशकशीतादिकं सहमानः स्थितः । प्रभाते देविलधमिल्लौ तत्कारणेन परस्परं युद्धं कृत्वा मृत्वा विन्ध्ये क्रमेण सूकरव्याध्रौ प्रौढौ जातौ । यत्र च गुहायां स सूकरस्तिष्ठति तत्रैव च गुहायामेकदा समाधिगुप्तत्रिगुप्तमुनि आगत्य स्थितौ । तौ च दृष्ट्वा जातिस्मरो भूत्वा देविलचरसूकरो धर्ममाकर्ण्य व्रतं गृहीतवान् । तत्प्रस्तावे मनुष्यगन्धमाघ्राय मुनिभक्षणार्थं स व्याघ्रोऽपि तत्रायातः । सूकरश्च तयो रक्षानिमित्तं गुहाद्वारे स्थितः । तत्रापि तौ परस्परं युध्वा मृतौ । सूकरो मुनिरक्षणाभिप्रायेण शुभाभिसन्धित्वात् मृत्वा सौधर्मे महद्धिंको देवो जातः । व्याघ्रस्तु मुनिभक्षणाभिप्रायेणातिरौद्राभिप्रायत्वान्मृत्वा नरकं गतः । वसतिदानस्य फलम् ।।११८।।
यथा वैयावृत्यं विदधता चतुर्विधं दानं दातव्यं तथा पूजाविधानमपि कर्तव्य- मित्याह — જન્મ્યા અને મોટા થયા.
જે ગુફામાં તે ભૂંડ રહેતો હતો તે જ ગુફામાં એક દિવસ સમાધિગુપ્ત અને ત્રિગુપ્ત નામના બે મુનિ આવીને રહ્યા. તે બંનેને જોઈને શૂકર થયેલા દેવિલને જાતિસ્મરણ થયું અને ધર્મનું શ્રવણ કરીને તેણે વ્રત અંગીકાર કર્યું.
તે દરમિયાન મનુષ્યની ગંધ સૂંઘીને મુનિનું ભક્ષણ કરવા માટે વાઘ પણ ત્યાં આવ્યો. ભૂંડ તે બંનેની રક્ષા નિમિત્તે ગુફાના દ્વારે ઊભો રહ્યો. ત્યાં પણ તેઓ બંને એકબીજા સાથે લડી મરણ પામ્યા. ભૂંડ મુનિની રક્ષાના અભિપ્રાયથી – શુભ ભાવથી મરીને સૌધર્મસ્વર્ગમાં મહાૠદ્ધિવાળો દેવ થયો અને વાઘ મુનિના ભક્ષણના અભિપ્રાયથી અતિરૌદ્ર અભિપ્રાયને લીધે મરીને નરકે ગયો.
વસતિદાનનું આ ફળ છે. ૪.
ભાવાર્થ : — (શ્લોક ૧૧૮) આહારદાનમાં શ્રીષેણ રાજા, ઔષધદાનમાં શેઠની પુત્રી વૃષભસેના, શાસ્ત્રદાનમાં કૌંડેશ કોટવાલ અને આવાસદાનમાં શૂકર (ભૂંડ) ખાસ કરીને પ્રસિદ્ધ થયાં છે. ૧૧૮.
જેમ વૈયાવૃત્ય કરનારે ચાર પ્રકારનું દાન કરવું જોઈએ, તેમ પૂજાવિધાન પણ કરવું જોઈએ – એમ કહે છે —