કહાનજૈનશાસ્ત્રમાળા ]
देवाधिदेवचरणे परिचरणं सर्वदुःखनिर्हरणम् ।
कामदुहि कामदाहिनि परिचिनुयादादृतो नित्यम् ।।११९।।
आदृतः आदरयुक्तः नित्यं परिचिनुयात् पुष्टं कुर्यात् । किं ? परिचरणं पूजां । किंविशिष्टं ? सर्वदुःखनिर्हरणं निःशेषदुःखविनाशकं । क्व ? देवाधिदेवचरणे देवानामिन्द्रादीनामधिको वन्द्यो देवो देवाधिदेवस्तस्य चरणः पादः तस्मिन् । कथंभूते ? कामदुहि वाञ्छितप्रदे । तथा कामदाहिनि कामविध्वंसके ।।११९।।
पूजामाहात्म्यं किं क्वापि केन प्रकटितमित्याशंक्याह —
અન્વયાર્થઅન્વયાર્થ ::::: — [कामदुहि ] ઇચ્છિત ફળ દેનાર [कामदाहिनी ] અને વિષયવાસનાની ઇચ્છાનો નાશ કરનાર [देवाधिदेवचरणे ] દેવોના દેવ – અરહંતદેવનાં ચરણમાં [सर्वदुःखनिर्हरणम् ] સર્વ દુઃખોને નાશ કરનારી [परिचरणम् ] પૂજા [आदृत ] આદરયુક્ત – ભક્તિયુક્ત થઈને [नित्यम् ] હંમેશા – પ્રતિદિન [परिचिनुयात् ] કરવી જોઈએ.
ટીકા : — ‘आदृत’ આદરયુક્ત થઈને, ‘नित्यं परिचिनुयात्’ નિત્ય પુષ્ટ કરવી જોઈએ. શું? ‘परिचरणं’ પૂજા. કેવા પ્રકારની (પૂજા)? ‘सर्वदुःखनिर्हरणम्’ સર્વ દુઃખોનો વિનાશ કરનાર. ક્યાં (પૂજા)? ‘देवाधिदेवचरणे’ દેવોના ઇન્દ્રોને અધિક વંદ્ય દેવ – તે દેવાધિદેવ, તેમનાં ચરણ – પાદ, તેમાં; કેવાં (ચરણમાં)? ‘कामदुहि’ વાંચ્છિત (ફળ) દેનાર તથા ‘कामदाहिनि’ વિષયવાસનાનો વિધ્વંસ (નાશ) કરનાર (ચરણમાં).
ભાવાર્થ : — ભગવાનની પૂજા સર્વ દુઃખોનો નાશ કરનારી છે, માટે ભક્તિભાવયુક્ત થઈને શ્રાવકે, અરહંત દેવના વાંચ્છિત ફળ આપનાર તથા વિષયવાસનાને દૂર કરનાર ચરણમાં નિત્ય પૂજા કરવી જોઈએ. ૧૧૯.
શા કારણે, ક્યાં અને કોણે પૂજાનું માહાત્મ્ય પ્રગટ કર્યું — એવી આશંકા કરીને કહે છે —