૨૮૦ ]
मेको मण्डूकः । प्रमोदमत्तो विशिष्टधर्मानुरागेण हृष्टः । अवदत् कथितवान् । किमित्याह — अर्हदित्यादि । अर्हतश्चरणौ अर्हच्चरणौ तयोः सपर्या पूजा तस्याः महानुभावं विशिष्टं माहात्म्यं । केषामवदत् ? महात्मनां भव्यजीवानां । केन कृत्वा ? कुसुमेनैकेन । क्व ? राजगृहे ।
मगधदेशे राजगृहनगरे राजा श्रेणिकः, श्रेष्ठी नागदत्तः, श्रेष्ठिनी भवदत्ता । स नागदत्तः श्रेष्ठी सर्वदा मायायुक्तत्वान्मृत्वा निजप्राङ्गणवाप्यां भेको जातः । तत्र चागतामेकदा
અન્વયાર્થ : — [प्रमोदमत्तः ] આનંદઘેલા [भेकः ] દેડકાએ [राजगृहे ] રાજગૃહી નગરીમાં [एकेन कुसुमेन ] એક ફૂલથી [महात्मानाम् ] ભવ્યજીવોની આગળ [अर्हच्चरणसपर्यामहानुभावम् ] અરહન્ત ભગવાનનાં ચરણોની પૂજાનું વિશિષ્ટ માહાત્મ્ય [अवदत् ] પ્રગટ કર્યું (બતાવ્યું).
ટીકા : — ‘भेकः’ દેડકાએ, ‘प्रमोदमत्तः’ આનંદઘેલા – વિશિષ્ટ ધર્માનુરાગથી હર્ષ પામેલા (દેડકાએ) ‘अवदत्’ દર્શાવ્યું. શું? તે કહે છે — ‘अर्हदित्यादि’ અરહંતનાં ચરણો – તેમની ‘सपर्या’ પૂજા; તેના ‘महानुभावम्’ વિશિષ્ટ માહાત્મ્યને (પ્રભાવને) દર્શાવ્યું. કોને દર્શાવ્યું? ‘महात्मानाम्’ ભવ્યજીવોને. કઈ રીતે? ‘एकेन कुसुमेन’ એક ફૂલ વડે. ક્યાં? ‘राजगृहे’ રાજગૃહી નગરીમાં.
ભાવાર્થ : — રાજગૃહ નગરીમાં આનંદમસ્ત બનેલા એક દેડકાએ એક ફૂલથી અરહંતદેવનાં ચરણોની પૂજાનો મહિમા મહાપુરુષોની વચ્ચે પ્રગટ કર્યો.
મગધદેશમાં રાજગૃહ નગરમાં રાજા શ્રેણિક, શેઠ નાગદત્ત અને શેઠાણી ભવદત્તા હતાં. તે નાગદત્ત શેઠ સર્વદા માયાચારી હોવાથી મરીને પોતાના આંગણાની વાવમાં દેડકો