કહાનજૈનશાસ્ત્રમાળા ]
भवदत्ताश्रेष्ठिनीमालोक्य जातिस्मरो भूत्वा तस्याः समीपे आगत्य उपर्युत्प्लुत्य चटितः । तया च पुनः पुनर्निर्घाटितो रटति, पुनरागत्य चटति च । ततस्तया कोऽप्ययं मदीयो इष्टो भविष्यतीति सम्प्रधार्यावधिज्ञानी सुव्रतमुनिः पृष्टः । तेन च तद्वृत्तान्ते कथिते गृहे नीत्वा परमगौरवेणासौ धृतः । श्रेणिकमहाराजश्चेकदा वर्धमानस्वामिनं वैभारपर्वते समागतमाकर्ण्य आनन्दभेरीं दापयित्वा महता विभवेन तं वन्दितुं गतः । श्रेष्ठिन्यादौ च गृहजने वन्दनाभक्त्यर्थं गते स भेकः प्रांगणवापीकमलं पूजानिमित्तं गृहीत्वा गच्छन् हस्तिनः पादेन चूर्णयित्वा मृतः । पूजानुरागवशेनोपार्जितपुण्यप्रभावात् सौधर्मे महर्द्धिकदेवो जातः । अवधिज्ञानेन पूर्वभववृत्तान्तं ज्ञात्वा निजमुकुटाग्रे भेकचिह्नं कृत्वा समागत्य वर्धमानस्वामिनं वन्दमानः श्रेणिकेन दृष्टः । ततस्तेन गौतमस्वामी भेकचिह्नेऽस्य किं कारणमिति पृष्टः तेन च पूर्ववृत्तान्तः कथितः । तच्छ्रुत्वा सर्वे १जनाः पूजातिशयविधाने उद्यताः संजाता इति ।।१२०।। થયો. ત્યાં એક દિવસ ભવદત્તા શેઠાણીને આવેલી જોઈને તેને જાતિસ્મરણ થયું અને તેની સમીપે આવીને – કૂદીને તેના ઉપર પડ્યો. તે (શેઠાણી) તેને વારંવાર પાછો હઠાવતી અને તે ટર્ર – ટર્ર શબ્દ કરતો ફરીથી આવીને તેને ચાટતો હતો. પછી આ કોઈ મારો પ્રિય હશે એમ ધારીને તેણે અવધિજ્ઞાની સુવ્રતમુનિને પૂછ્યું.
જ્યારે તેણે તેનું વૃત્તાન્ત કહ્યું, ત્યારે તેને ઘેર લઈ જઈને પરમ ગૌરવથી (માનથી) રાખવામાં આવ્યો.
એક દિવસ શ્રેણિક મહારાજ, વર્ધમાનસ્વામીને વૈભાર પર્વત પર આવેલા સાંભળીને આનંદભેરી વગડાવી મહાવૈભવથી (ઠાઠમાઠથી) તેમને વંદના કરવા ગયા. શેઠાણી આદિ ઘરનાં માણસો જ્યારે વંદના – ભક્તિ માટે ગયાં ત્યારે તે દેડકો આંગણાની વાવમાંનું કમળ પૂજાનિમિત્તે ગ્રહણ કરીને (વંદના માટે) જતાં, હાથીના પગ તળે ચગદાઈને મરી ગયો. પૂજાના અનુરાગના કારણે ઉપાર્જિત પુણ્યના પ્રભાવથી તે સૌધર્મ સ્વર્ગમાં મહાૠદ્ધિધારી દેવ થયો.
અવધિજ્ઞાનથી પૂર્વભવનું વૃત્તાન્ત જાણીને પોતાના મુગટના અગ્રભાગમાં દેડકાનું ચિહ્ન કરીને આવ્યો અને શ્રેણિકે તેને વર્ધમાનસ્વામીને વંદના કરતો જોયો. પછી તેણે (શ્રેણિકે) તેને દેડકાનું ચિહ્ન કેમ છે? તેનું કારણ ગૌતમસ્વામીને પૂછ્યું અને તેમણે તેનો પૂર્વવૃત્તાન્ત કહી સંભળાવ્યો. તે સાંભળીને બધા ભવ્યજીવો (જિન) પૂજાતિશયવિધાનમાં ઉદ્યમશીલ (તત્પર) થયા. ૧૨૦. १. भव्यजना इति ख० ।