૨૯૮ ]
निःश्रेयसमिष्यते । किं ? निर्वाणं । कथंभूतं ? शुद्धसुखं शुद्धं प्रतिद्वन्द्वरहितं सुखं यत्र । तथा नित्यं अविनश्वरस्वरूपं । तथा परिमुक्तं रहितं । कैः ? जन्मजरामयमरणैः, जन्म च पर्यायान्तरप्रादुर्भावः जरा च वार्द्धक्यं, आमयाश्च रोगाः, मरणं च शरीरादिप्रच्युतिः । तथा शोकैर्दुःखैर्भयैश्च परिमुक्तं ।।१३१।।
इत्थंभूते च निःश्रेयसे कीदृशाः पुरुषाः तिष्ठन्तीत्याह —
શોકથી, [दुःखैः ] દુઃખોથી [च ] અને [भयैः ] સાત ભયોથી [परिमुक्तं ] સર્વથા રહિત એવો [शुद्धसुखम् ] શુદ્ધ સુખસ્વરૂપ તથા [नित्यम् ] નિત્ય – (અવિનાશી) એવો [निर्वाणं ] નિર્વાણ (સર્વ કર્મરહિત આત્માની વિશુદ્ધ અવસ્થા) [निःश्रेयसम् ] મોક્ષ [इष्यते ] કહેવાય છે.
ટીકા : — ‘निःश्रेयसमिष्यते’ મોક્ષ કહેવાય છે. શું? ‘निर्वाणम्’ નિર્વાણ. કેવો (નિર્વાણ)? ‘शुद्धसुखम्’ પ્રતિપક્ષરહિત જ્યાં સુખ છે તેવો, તથા ‘नित्यम्’ અવિનશ્વર સ્વરૂપ અને ‘परिमुक्तं’ સર્વથા રહિત એવો. શાનાથી (રહિત)? ‘जन्मजरामयमरणैः’ जन्म બીજી પર્યાયનો ઉત્પાદ, जरा ઘડપણ, आमयाः રોગો, मरणं શરીરાદિનો નાશ – (એ બધાંથી રહિત એવો), તથા ‘शोकैर्दुःखैर्भयैश्चपरिमुक्तम्’ શોક, દુઃખ અને ભયથી રહિત એવો (નિર્વાણ).
ભાવાર્થ : — જન્મ, ઘડપણ, રોગ, મૃત્યુ, શોક, દુઃખ અને ભયથી રહિત અવિનશ્વર, અતીન્દ્રિય સાચા સુખરૂપ અને સર્વ કર્મરહિત આત્માની વિશુદ્ધ અવસ્થા (નિર્વાણ) તે મોક્ષ કહેવાય છે. ૧૩૧.
આવા મોક્ષમાં કેવા પ્રકારના પુરુષો (આત્માઓ) રહે છે, તે કહે છે —
અન્વયાર્થ : — [विद्यादर्शनशक्तिस्वास्थ्यप्रह्लादतृप्तिशुद्धियुजः ] કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય, પરમ વીતરાગતા, અનંતસુખ, તૃપ્તિ, વિષયોની આશાથી રહિતપણું અને વિશુદ્ધિ (કર્મરહિતપણું) — (એ બધાંથી) યુક્ત [निरतिशयाः ] ગુણોની ન્યૂનાધિકતા રહિત અને [निरवधयः ] કાળાવધિ રહિત જીવો [सुखम् ] સુખસ્વરૂપ [निःश्रेयसम् ] મોક્ષમાં [आवसन्ति ] વસે છે.