૩૦૦ ]
न लक्ष्या न प्रमाणपरिच्छेद्या । कासौ ? विक्रिया विकारः स्वरूपान्यथाभावः । केषां ? शिवानां सिद्धानां । कदा ? कल्पशतेऽपि गते काले । तर्हि उत्पातवशात्तेषां विक्रिया स्यादित्याह — उत्पातोऽपि यदि स्यात् तथापि न तेषां विक्रिया लक्ष्या । कथंभूतः उत्पातः ? त्रिलोकसम्भ्रान्तिकरणपटुः त्रिलोकस्य सम्भ्रान्तिरावर्त्तस्तत्करणे पटुः समर्थः ।।१३३।।
ते तत्राविकृतात्मानः सदा स्थिताः किं कुर्वन्तीत्याह —
ખળભળાટ ઉત્પન્ન કરવામાં સમર્થ – એવો [उत्पातः ] ઉત્પાત [अपिस्यात् ] પણ થાય [च ] અને [कल्पशते काले ] સેંકડો કલ્પકાળો [गते अपि ] વીતી જાય, તોપણ [शिवानां ] સિદ્ધોમાં [विक्रिया ] વિકાર [न लक्ष्या ] જોવામાં આવતો નથી.
ટીકા : — ‘न लक्ष्या’ પ્રમાણજ્ઞાનથી જાણી શકાય તેવો નથી. શું તે? ‘विक्रिया’ વિકાર અર્થાત્ સ્વરૂપથી અન્યથા ભાવ; કોના? ‘शिवानाम्’ સિદ્ધોના. ક્યારે? ‘कल्पशतेऽपि गते काले’ સેંકડો કલ્પ – કાળ વહી જાય તોપણ, તે ઉત્પાતને લીધે તેમને વિક્રિયા હશે? તે કહે છે — ‘उत्पातोऽपि यदि स्यात्’ જો ઉત્પાત (ખળભળાટ) થાય તોપણ તેમનામાં વિક્રિયા માલૂમ પડતી નથી. કેવો ઉત્પાત? ‘त्रिलोकसंभ्रान्तिकरणपटुः’ ત્રણ લોકમાં ક્ષોભ કરવામાં સમર્થ એવો.
ભાવાર્થ : — ત્રણ લોકમાં ખળભળાટ ઉત્પન્ન કરે તેવો ઉત્પાત (ઉપદ્રવ) થઈ જાય યા સેંકડો કલ્પકાળ૧ પણ વીતી જાય, તોપણ સિદ્ધોના ગુણોમાં યા સ્વભાવ આદિમાં કોઈ વિકાર (પરિવર્તન) થતો નથી અર્થાત્ તેઓ અનંતકાળ સુધી અનંતસુખમાં મગ્ન રહે છે. ૧૩૩.
તે વિકારથી રહિત (શુદ્ધ) આત્માઓ ત્યાં સદા રહીને શું કરે છે, તે કહે છે —
અન્વયાર્થ : — [निष्किट्टिकालिकाच्छविचामीकरभासुरात्मानः ] કીટ અને ૧. વીસ કોડાકોડી સાગર વર્ષનો એક કલ્પકાળ થાય છે.