કહાનજૈનશાસ્ત્રમાળા ]
निःश्रेयसमधिपन्नाः प्राप्तास्ते दधते । धरन्ति । कां ? त्रैलोक्यशिखामणिश्रियं त्रैलोक्यस्य शिखा चूडाऽग्रभागस्तत्र मणिश्रीः चूडामणिश्रीः तां । किंविशिष्टाः सन्त इत्याह — निष्किट्टेत्यादि । किट्टं च कालिका च ताभ्यां निष्क्रान्ता सा छविर्यस्य तच्चामीकरं च सुवर्णं तस्येव भासुरो निर्मलतया प्रकाशमान आत्मा स्वरूपं येषां ।।१३४।।
एवं संल्लेखनामनुतिष्ठतां निःश्रेयसलक्षणं फलं प्रतिपाद्य अभ्युदयलक्षणं फलं प्रतिपादयन्नाह —
કાલિમાંથી રહિત કાંતિવાળા સુવર્ણ સમાન જેમનું સ્વરૂપ પ્રકાશી રહ્યું છે, એવા [निःश्रेयसम् अधिपन्नाः ] મોક્ષ પામેલા સિદ્ધ પરમેષ્ઠી [त्रैलोक्यशिखामणिश्रियं ] ત્રણ લોકના અગ્રભાગ પર રહેલા ચૂડામણિની શોભાને [दधते ] ધારણ કરે છે.
ટીકા : — ‘निःश्रेयसमधिपन्नाः’ મોક્ષ પામેલા તેઓ ‘दधते’ ધારણ કરે છે. શું (ધારણ કરે છે)? ‘त्रैलोक्यशिखामणिश्रियं’ ત્રણ લોકની શિખા – ચૂડા – અગ્રભાગ પર રહેલા મણિની શોભાને. કેવા પ્રકારના થઈને? તે કહે છે — ‘निष्किट्टेत्यादि’ કીટ અને કાલિમા — એ બંનેથી રહિત કાંતિવાળા સુવર્ણ સમાન જેનું સ્વરૂપ નિર્મળતાથી પ્રકાશી રહ્યું છે તેવા થઈને.
ભાવાર્થ : — મોક્ષ પામેલા પુરુષો કીટ અને કાલિમાથી રહિત જેમની છબી છે, તથા શુદ્ધ (ચોખ્ખા) સુવર્ણસમાન દેદીપ્યમાન જેમનું સ્વરૂપ છે તેવા થઈને ત્રણ લોકની ચૂડામણિની (શિખામણિની) શોભાને ધારણ કરે છે. ૧૩૪.
એ પ્રમાણે સંલ્લેખના કરનારાઓના મોક્ષરૂપી ફળનું પ્રતિપાદન કરીને તેમના અભ્યુદયરૂપ ફળનું પ્રતિપાદન કરતાં કહે છે —
અન્વયાર્થ : — [सद्धर्मः ] સંલ્લેખનાથી ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય [बलपरिजनकामभोगभूयिष्ठैः ] બળ, પરિવાર અને કામભોગથી પરિપૂર્ણ એવા [पूजार्थज्ञैश्वर्यैः ] પ્રતિષ્ઠા, ધન અને આજ્ઞાના ઐશ્વર્ય વડે [अतिशयित भुवनम् ] જે