૩૦૨ ]
अभ्युदयं इन्द्रादिपदावाप्तिलक्षणं । फलति अभ्युदयफलं ददाति । कोऽसौ ? सद्धर्मः संल्लेखनानुष्ठानोपार्जितं विशिष्टं पुण्यं । कथंभूतमभ्युदयं ? अद्भुतं साश्चर्यं । कथंभूतं तदद्भुतं ? अतिशयितभुवनं यतः । कैः कृत्वा ? पूजार्थज्ञैश्वर्यैः ऐश्वर्यशब्दः पूजार्थाज्ञानां प्रत्येकं सम्बध्यते । किंविशिष्टैरेतैरित्याह — बलेत्यादि । बलं सामर्थ्यं परिजनः परिवारः कामभोगौ प्रसिद्धौ । एतद्भूयिष्ठा अतिशयेन बहवो येषु । एतैरुपलक्षितैः पूजादिभिरतिशयितभुवनमित्यर्थः ।।१३५।।
साम्प्रतं योऽसौ संल्लेखनानुष्ठाता श्रावकस्तस्य कति प्रतिमा भवन्तीत्याशंक्याह —
श्रावकपदानि देवैरेकादश देशितानि येषु खलु ।
स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धाः ।।१३६।। લોકોત્તમ હોવાથી [अद्भुतम् ] આશ્ચર્યજનક છે, એવા [अभ्युदयम् ] અભ્યુદયરૂપે (ઇન્દ્રાદિ પદની પ્રાપ્તિરૂપે) [फलति ] ફળે છે (પ્રાપ્ત કરે છે).
ટીકા : — ‘अभ्युदयंफलति’ ઇન્દ્રાદિ પદની પ્રાપ્તિ જેનું સ્વરૂપ છે – એવા અભ્યુદયરૂપ – ઉત્કર્ષરૂપ ફળ આપે છે. કોણ તે? ‘सद्धर्मः’ સંલ્લેખના ધારણ કરવાથી ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય. કેવો (અભ્યુદય)? ‘अद्भुतम्’ આશ્ચર્યજનક. અભ્યુદય કેવો છે? આશ્ચર્યજનક અભ્યુદય લોકમાં સર્વોત્તમ છે. શા વડે કરીને? ‘पूजार्थाज्ञैश्वर्यैः’ પૂજા – ઐશ્વર્ય વડે, અર્થ – ઐશ્વર્ય વડે અને આજ્ઞા – ઐશ્વર્ય વડે કરીને. આવાં લક્ષણવાળા પૂજા – ઐશ્વર્ય વડે વગેરેથી તે અભ્યુદય લોકમાં સર્વોત્તમ છે – એવો અર્થ છે.
ભાવાર્થ : — સંલ્લેખનાદિ ધર્મથી પ્રતિષ્ઠા, ધન અને આજ્ઞાનું ઐશ્વર્ય તથા બળ, નોકર – ચાકર અને કામ – ભોગની અધિકતાથી લોકાતિશાયી આશ્ચર્યકારક ઇન્દ્રાદિપદની પ્રાપ્તિરૂપ અભ્યુદય (ઉત્કર્ષ) પ્રાપ્ત થાય છે. ૧૩૫.
હવે જે સંલ્લેખના કરનાર શ્રાવક છે તેની કેટલી પ્રતિમાઓ હોય છે? એવી આશંકા કરીને કહે છે —
અન્વયાર્થ : — [देवैः ] સર્વજ્ઞદેવ દ્વારા [श्रावकपदानि ] શ્રાવકનાં પદ (સ્થાન –