કહાનજૈનશાસ્ત્રમાળા ]
देशितानि प्रतिपादितानि । कानि ? श्रावकपदानि श्रावकगुणस्थानानि श्रावकप्रतिमा इत्यर्थः । कति ? एकादश । कैः ? देवैस्तीर्थंकरैः । येषु श्रावकपदेषु । खलु स्फु टं सन्तिष्ठन्तेऽवस्थितिं कुर्वन्ति । के ते ? स्वगुणाः स्वकीयगुणस्थानसम्बद्धाः गुणाः । कैः सह ? पूर्वगुणैः पूर्वगुणस्थानवर्तिगुणैः सह । कथंभूताः ? क्रमविवृद्धाः सम्यग्दर्शनमादिं कृत्वा एकादशपर्यन्तमेकोत्तरवृद्ध्या क्रमेण विशेषेण वर्धमानाः ।।१३६।। પ્રતિમા) [एकादश ] અગિયાર [देशितानि ] કહેવામાં આવ્યાં છે. [येषु ] જેમાં [खलु ] નિશ્ચયથી [स्वगुणाः ] પોતાના પ્રતિમા સંબંધી ગુણો [पूर्वगुणैः सह ] પૂર્વ (પ્રતિમાના) ગુણોસહિત (તેમના ગુણોના પાલન સહિત) [क्रमविवृद्धाः ] ક્રમથી વધતાં જતાં [संतिष्ठन्ते ] રહે છે.
ટીકા : — ‘देशितानि’ પ્રતિપાદન કરવામાં આવ્યાં છે (કહેવામાં આવ્યાં છે). શું? ‘श्रावकपदानि’ શ્રાવકનાં પદ – શ્રાવકનાં ગુણસ્થાનો – શ્રાવકની પ્રતિમાઓ – એવો અર્થ છે. કેટલી (પ્રતિમાઓ)? ‘एकादश’ અગિયાર. કોના દ્વારા (કહેવામાં આવી છે)? ‘देवैः’ તીર્થંકરો દ્વારા. ‘येषु’ જેમાં અર્થાત્ શ્રાવકનાં પદોમાં (સ્થાનોમાં) ‘खलु’ નિશ્ચયથી ‘संतिष्ठन्ते’ રહે છે – સ્થિતિ કરે છે. કોણ તે? ‘स्वगुणाः’ પોત-પોતાના ગુણસ્થાન સંબંધી ગુણો. કોની સાથે (રહે છે)? ‘पूर्वगुणैः सह’ પૂર્વ ગુણસ્થાનવર્તી ગુણો સાથે. કેવા (તે ગુણો છે)? ‘क्रमविवृद्धाः’ ક્રમે – ક્રમે વધતા જતા અર્થાત્ સમ્યગ્દર્શનથી શરૂ કરી અગિયાર પદ સુધી (અગિયારમી પ્રતિમા સુધી) એક – એક ઉત્તર પ્રતિમાના ગુણોની વૃદ્ધિથી – ક્રમથી – વિશેષથી વધતા જતા. (ગુણો રહે છે.)
ભાવાર્થ : — સર્વજ્ઞદેવે શ્રાવકનાં અગિયાર સ્થાન (પદ – શ્રેણિ – પ્રતિમા – કક્ષા) કહ્યાં છે. તે નીચે પ્રમાણે છે —
૧. દર્શન પ્રતિમા, ૨. વ્રત પ્રતિમા, ૩. સામાયિક પ્રતિમા, ૪. પ્રોષધ પ્રતિમા, ૫. સચિત્તત્યાગ પ્રતિમા, ૬. રાત્રિભોજનત્યાગ પ્રતિમા, ૭. બ્રહ્મચર્ય પ્રતિમા, ૮. આરંભત્યાગ પ્રતિમા, ૯. પરિગ્રહત્યાગ પ્રતિમા, ૧૦. અનુમતિત્યાગ પ્રતિમા અને ૧૧. ઉદ્દિષ્ટત્યાગ પ્રતિમા.
આગલી (ઉત્તર) પ્રતિમા ધારણ કરનારને પૂર્વેની સર્વ પ્રતિમાઓનું પાલન અવશ્ય હોય છે. આથી આગળની (ઉત્તર) પ્રતિમાનું આચરણ તેની પૂર્વેની સર્વ પ્રતિમાઓના આચરણ સાથે (તેના ગુણોના પાલન સાથે) ક્રમે – ક્રમે વૃદ્ધિ પામે છે; જેમ કે બ્રહ્મચર્ય પ્રતિમાનું પાલન કરનારને તેની પૂર્વેની દર્શનાદિક છ પ્રતિમાઓનું આચરણ નિયમથી હોય છે. ૧૩૬.