૩૦૪ ]
एतदेव दर्शयन्नाह —
दर्शनमस्यास्तीति दर्शनिको दर्शनिकश्रावको भवति । किंविशिष्टः ? सम्यग्दर्शनशुद्धः सम्यग्दर्शनं शुद्धं निरतिचारं यस्य असंयतसम्यग्दृष्टेः । कोऽस्य विशेष इत्यत्राह — संसारशरीरभोगनिर्विण्ण इत्यनेनास्य लेशतो व्रतांशसंभवात्ततो विशेषः प्रतिपादितः । एतदेवाह — तत्त्वपथगृह्यः तत्त्वानां व्रतानां पंथानो मार्गा१ मद्यादिनिवृत्तिलक्षणा अष्टमूलगुणास्ते गृह्याः पक्षा यस्य । पंचगुरुचरणशरणं पंचगुरवः पंचपरमेष्ठिनस्तेषां चरणाः शरणमपायपरिरक्षणोपायो यस्य ।।१३७।।
તે જ દર્શાવીને કહે છે —
અન્વયાર્થ : — [सम्यग्दर्शनशुद्धः ] જેઓ અતિચાર (દોષ) રહિત હોવાથી સમ્યગ્દર્શનથી શુદ્ધ છે, [संसारशरीरभोगनिर्विण्णः ] જેઓ સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત છે, [पंचगुरुचरणशरणः ] જેને પંચ પરમેષ્ઠીના ચરણનું શરણ છે અને [तत्त्वपथगृह्यः ] તત્ત્વોના માર્ગરૂપ આઠ મૂળ ગુણોને જેઓ ધારણ કરી રહ્યા છે, તેઓ [दर्शनिकः ] દર્શનિક શ્રાવક છે.
ટીકા : — જેને સમ્યગ્દર્શન છે તે ‘दर्शनिकः’ દર્શનિક શ્રાવક છે. તે કેવો છે? ‘सम्यग्दर्शनशुद्धः’ જેને શુદ્ધ – અતિચારરહિત સમ્યગ્દર્શન છે. અસંયત સમ્યગ્દ્રષ્ટિથી તેને શી વિશેષતા છે, તે અહીં કહે છે — ‘संसारशरीरभोगनिर्विण्णः’ સંસાર, શરીર અને ભોગોથી જે વિરક્ત છે, કારણ કે તેને લેશતઃ વ્રતનો અંશ હોય છે તેથી (સમ્યગ્દ્રષ્ટિથી) તેનાથી વિશેષ કહ્યું છે. તે જ કહે છે — ‘तत्त्वपथगृह्यः’ તત્ત્વોના અર્થાત્ વ્રતોના માર્ગરૂપ – મદ્યાદિના ત્યાગરૂપ આઠ મૂળગુણોને ગ્રહવા યોગ્ય સમજીને જેણે ધારણ કર્યા છે અને ‘पंचगुरुचरणशरणः’ પાંચ ગુરુઓ અર્થાત્ પંચ પરમેષ્ઠી – તેમનાં ચરણો જેમને શરણ છે – જેમને દુઃખોથી પરિરક્ષણના ઉપાયરૂપ છે – (તે દર્શનિક શ્રાવક છે). १. पन्था मार्गो घ० ।