Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 295 of 315
PDF/HTML Page 319 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૩૦૫

ભાવાર્થ :જેને નિરતિચાર (શુદ્ધ) સમ્યગ્દર્શન છે, તથા કિંચિત્ વિશેષ પ્રકારે સ્વસન્મુખતા વડે સંસાર, શરીર અને ઇન્દ્રિય ભોગોથી જે વિરક્ત (ઉદાસીન) છે, જેને અધિકતર પંચપરમેષ્ઠીનાં ચરણનું જ શરણ છે અર્થાત્ તેમનું જ ધ્યાન કરે છે અને સર્વજ્ઞભાષિત જીવાદિક તત્ત્વોનું જેને શ્રદ્ધાન છેતત્ત્વોનો માર્ગ જેણે અંગીકાર કર્યો છે, બાહ્યમાં જેને સાત વ્યસન સહિત પાંચે પાપોની પ્રવૃત્તિ છૂટી ગઈ છે અર્થાત્ મદ્યાદિના ત્યાગરૂપ આઠ મૂળગુણો જેણે ધારણ કર્યા છે, અંશતઃ વ્રતોનો અભ્યાસી છે તે દર્શનિક શ્રાવક છે.

જિનેન્દ્રદેવ, સિદ્ધાંત શાસ્ત્ર અને દિગમ્બર તપસ્વીએ ત્રણેને ઉપાસકાધ્યયનમાં તત્ત્વ કહ્યાં છે અને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને માર્ગ કહ્યો છે. તત્ત્વ અને માર્ગનો જેને પક્ષ છેતે તરફ જેનું વલણ છે તે દર્શનિક શ્રાવક આ પાક્ષિક શ્રાવક કહેવાય છે.૧

વિશેષ

જે સ્યાદ્વાદરૂપ પરમાગમ દ્વારા નિશ્ચયવ્યવહારરૂપ બંને નયોથી નિર્ણયપૂર્વક સ્વતત્ત્વ અને પરતત્ત્વને જાણી શ્રદ્ધાન દ્રઢ કરે છે, જે જાતિકુળાદિ આઠ મદ રહિત છે, જોકે અપ્રત્યાખ્યાનાવરણ કર્મના ઉદયમાં જોડાવારૂપ ચારિત્રદોષની બળજબરીથી તેને વિષયોમાં રાગ વર્તે છે તથા ગૃહારંભની પ્રવૃત્તિ હોય છે, છતાં અભિપ્રાયમાં તેનો જરાયે આદર નથી, તેને ભલો માનતો નથી, તેનું સ્વામીપણું નથી, શ્રદ્ધામાં તેનો નિષેધ વર્તે છે; જેને રત્નત્રયના ધારક ધર્મી જીવો પ્રત્યે અનુરાગ હોય છે, જે ભેદવિજ્ઞાનના બળથી પોતાના જ્ઞાયકસ્વભાવને રાગદ્વેષાદિથી ભિન્ન અનુભવે છે ને પોતાના આત્માથી દેહને વસ્ત્રસમાન ભિન્ન જાણે છે, જે અષ્ટાદશ દોષરહિત સર્વજ્ઞ વીતરાગદેવની જ દેવબુદ્ધિથી આરાધના કરે છે, અહિંસામય ધર્મને જ ધર્મ માને છે, આરંભપરિગ્રહ રહિત ગુરુને જ ગુરુ માને છેતે દર્શનિક શ્રાવક છે.

વળી તે માને છે કે કોઈ જીવ કોઈને મારે નહિ કે જીવાડે નહિ, કોઈને સુખી કરે નહિ કે દુઃખી કરે નહિ, પરંતુ પોતાનાં પૂર્વ સંચિત કર્મના ઉદયથી તેની તેવી દશા થાય છે.

વળી સમ્યગ્દ્રષ્ટિને એવો નિશ્ચય હોય છે કે જે જીવને જે દેશમાં, જે કાળમાં, १. भयवसणमलविवज्जिय संसारसरीरभोगणिव्वण्णो

अठ्ठगुणंगसमग्गो दंसणसुद्धो हु पंचगुरुमत्तो ।।।। (શ્રી રયણસારશ્રી કુન્દકુન્દાચાર્ય)