૩૦૬ ]
२
तत् ? निरतिक्रमणमणुव्रतपंचकमपि पंचाप्यणुव्रतानि निरतिचाराणि धारयते इत्यर्थः । न જે વિધાનથી જન્મ – મરણ, લાભ – અલાભ યા સુખ – દુઃખ થાય છે, તે જિનેન્દ્ર ભગવાનના દિવ્યજ્ઞાનમાં જણાયું છે અને તે પ્રમાણે તે જીવને તે દેશમાં, તે કાળમાં, તે વિધાનથી જન્મ – મરણ, લાભ – અલાભ આદિ નિયમથી થાય છે. તેને દૂર કરવાને કોઈ ઇન્દ્ર, અહમિન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર સમર્થ નથી.૩
હવે શ્રાવક પરિપૂર્ણ દેશવ્રતના ગુણોથી સંપન્ન હોય છે, એમ કહે છે —
અન્વયાર્થ : — [यः ] જે [निःशल्य ] માયા, મિથ્યાત્વ અને નિદાન — એ ત્રણ શલ્યોથી રહિત થઈને [निरतिक्रमणम् ] અતિચાર રહિત [अणुव्रतपंचकम् ] પાંચ અણુવ્રતોને [चापि ] અને [शीलसप्तकम् ] સાત શીલવ્રતોને પણ [धारयते ] ધારણ કરે છે, [असौ ] તે [व्रतीनाम् ] વ્રતધારીઓને [व्रतिकः ] વ્રત પ્રતિમાધારી [मतः ] માનવામાં આવે છે.
ટીકા : — ‘व्रतिकः मतः’ જેને વ્રત છે તે વ્રતિક માનવામાં આવ્યો છે. કોનાથી માનવામાં આવ્યો છે? ‘व्रतिनाम्’ વ્રતીઓથી – ગણધરદેવાદિથી. તે કોણ? ‘निःशल्यः’ મિથ્યાત્વ, નિદાન અને માયા – એ શલ્યોથી ‘यः असौ’ જે રહિત થતા થકા ‘धारयते’ ધારણ કરે છે. કોને (ધારણ કરે છે)? ‘निरतिक्रमणमणुपंचकम् अपि’ નિરતિચાર પાંચે १. व्रतान्यस्यास्तीति व्रती मनः घ० । २. निःशल्यः तन् घ० । ૩. જુઓ, પં. સદાસુખદાસકૃત શ્રી રત્નકરણ્ડ શ્રાવકાચારની હિન્દી ટીકાનો ભાવાર્થ પૃષ્ઠ. ૪૦૨.