કહાનજૈનશાસ્ત્રમાળા ]
केवलमेतदेव धारयते अपि तु शीलसप्तकं चापि त्रिःप्रकारगुणव्रतचतुःप्रकारशिक्षाव्रतलक्षणं शीलम् ।।१३८।।
अधुना सामायिकगुणसम्पन्नत्वं श्रावकस्य प्ररूपयन्नाह —
चतुरावर्त्तत्रितयश्चतुःप्रणामः स्थितो यथाजातः ।
सामयिको द्विनिषद्यस्त्रियोगशुद्धस्त्रिसन्ध्यमभिवन्दी ।।१३९।।
सामयिकः समयेन प्राक्प्रतिपादितप्रकारेण चरतीति सामयिकगुणोपेतः । किंविशिष्टः ? चतुरावर्तत्रितयः चतुरो वारानावर्तत्रितयं यस्य । एकैकस्य हि कायोत्सर्गस्य અણુવ્રતોને (ધારણ કરે છે). કેવળ એ જ ધારણ કરે છે એટલું જ નહિ, પરંતુ ‘शील सप्तकं अपि’ ત્રણ પ્રકારનાં ગુણવ્રત અને ચાર પ્રકારનાં શિક્ષાવ્રતરૂપ શીલ છે — એવા સાત પ્રકારનાં શીલને પણ ધારણ કરે છે (તે વ્રતિક શ્રાવક કહેવાય છે).
ભાવાર્થ : — જે મિથ્યાત્વ, નિદાન અને માયા — એ ત્રણ શલ્ય રહિત થઈને, અતિચાર રહિત પાંચ અણુવ્રતોને અને સાત શીલવ્રતોને અર્થાત્ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે, તેને ગણધરાદિ દેવોએ વ્રતિક અર્થાત્ બીજી વ્રત પ્રતિમાધારી શ્રાવક માન્યો છે. ૧૩૮.
હવે શ્રાવક સામાયિક ગુણવ્રતથી સંપન્ન હોય છે, એમ પ્રરૂપણ કરી કહે છે —
અન્વયાર્થ : — [चतुरावर्त्तत्रितयः ] ચારે દિશાઓમાં ત્રણ – ત્રણ આવર્ત્ત કરનાર [चतुः प्रणामः ] ચાર દિશાઓમાં (એક – એક) પ્રણામ કરનાર, [यथाजातः ] અભ્યન્તર અને બાહ્ય પરિગ્રહની ચિંતાથી રહિત [स्थितः ] કાયોત્સર્ગથી સ્થિત, [द्विनिषद्यः ] બે આસન કરનાર (બે વાર બેસીને નમસ્કાર કરનાર), [त्रियोगशुद्धः ] મન – વચન – કાય — એ ત્રણ યોગોને શુદ્ધ રાખીને [त्रिसंध्यम् ] સવાર, બપોર અને સાંજ — એ ત્રણ સંધ્યા સમયે [अभिवन्दी ] અભિવંદન કરનાર (અર્થાત્ ત્રણ સંધ્યા સમયે સામાયિક કરનાર) [सामयिकः ] સામાયિક પ્રતિમાધારી (શ્રાવક) છે.
ટીકા : — ‘सामयिकः’ સમયથી અર્થાત્ પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી જે આચરણ કરે છે તે સામાયિકના ગુણોથી યુક્ત છે. તે કેવો છે? ‘चतुरावर्त्तत्रितयः’ ચાર વખત