૩૦૮ ]
विधाने ‘णमो अरहंताणस्य थोसामें’श्चाद्यन्तयोः प्रत्येकमावर्तत्रितयमिति एकैकस्य हि कायोत्सर्गविधाने चत्वार आवर्ता तथा तदाद्यन्तयोरेकैकप्रणामकरणाच्चतुःप्रणामः । स्थित ऊर्ध्वकायोत्सर्गोपेतः । यथाजातो बाह्याभ्यन्तरपरिग्रहचिन्ताव्यावृत्तः । द्विनिषद्यो द्वे निषद्ये उपवेशने यस्य । देववन्दनां कुर्वता हि प्रारंभे समाप्तौ चोपविश्य प्रणामः । कर्तव्यः । त्रियोगशुद्धः त्रयो योगा मनोवाक्कायव्यापाराः शुद्धा सावद्यव्यापाररहिता यस्य ? अभिवन्दी अभिवन्दत इत्यैवंशीलः । कथं ? त्रिसध्यं ।।१३९।।
साम्प्रतं प्रोषधोपवासगुणव्रतं श्रावकस्य प्रतिपादयन्नाह — (દરેક દિશામાં) ત્રણ – ત્રણ આવર્ત્ત કરનાર – અર્થાત્ એક – એક દિશામાં કાયોત્સર્ગના વિધાનમાં ‘णमो अरहंताणं થી थोस्सामि’ આદિ પાઠના અંતે પ્રત્યેક દિશામાં ત્રણ આવર્ત્ત — એમ ચાર વખત આવર્ત્ત કરનાર, चतुः प्रणामः’ તથા આદિ અને અંતમાં એક – એક પ્રણામ — એમ ચાર પ્રણામ કરનાર, ‘स्थितः’ સ્થિત અર્થાત્ ઊભા રહીને- કાયોત્સર્ગમાં સ્થિત, ‘यथाजातः’ બાહ્ય – અભ્યન્તર પરિગ્રહોની ચિંતાથી નિવૃત્ત, ‘द्विनिषद्यः’ બે આસનો કરનાર અર્થાત્ દેવ – વંદના કરનારે પ્રારંભમાં અને સમાપ્તિ વખતે બેસીને પ્રણામ કરવા જોઈએ. ‘त्रियोगशुद्धः’ ત્રણ યોગ અર્થાત્ મન – વચન – કાયના વ્યાપારો શુદ્ધ કરીને અર્થાત્ પાપયુક્ત વ્યાપારથી રહિત થઈને ‘अभिवन्दी’ અભિવન્દે છે અર્થાત્ અભિવંદન કરવાનો જેનો સ્વભાવ છે – તેવો તે કેવી રીતે (અભિવંદે છે)? ‘त्रिसंध्यम्’ ત્રણ સંધ્યાઓના સમયે (અભિવંદે છે).
ભાવાર્થ : — ચારે દિશાઓમાં દરેકમાં ત્રણ – ત્રણ આવર્ત્ત — એમ કુલ બાર આવર્ત્ત અને એક – એક દિશામાં એક — એમ ચાર પ્રણામ કરી, અભ્યન્તર અને બાહ્ય પરિગ્રહ રહિત મુનિ સમાન ખડ્ગાસન કે પદ્માસન ધારણ કરી, મન – વચન – કાય – એમ ત્રણ યોગ શુદ્ધ કરી; સવાર, બપોર અને સાંજે – સંધ્યાના સમયે સામાયિક કરનાર વ્યક્તિ તૃતીય સામાયિક પ્રતિમાધારી કહેવાય છે.
આ પ્રતિમાધારી શ્લોક ૧૦૫માં દર્શાવ્યા પ્રમાણે સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચારો ન લાગે તે માટે ખાસ સાવધાન રહે છે. તેને પ્રતિમાનું પાલન નિરતિચાર પૂર્વક જ હોય છે. ૧૩૯.
હવે શ્રાવકના પ્રોષધોપવાસ ગુણવ્રતનું પ્રતિપાદન કરી કહે છે —