કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रोषधेनानशनमुपवासो यस्यासौ प्रोषधानशनः । किमनियमेनापि यः प्रोषधोपवासकारी सोऽपि प्रोषधानशनव्रतसम्पन्न इत्याह – प्रोषधनियमविधायी प्रोषधस्य नियमोऽवश्यंभावस्तं विदधातीत्येवंशीलः । क्व तन्निमयविधायी ? पर्वदिनेषु चतुर्ष्वपि द्वयोश्चतुर्दश्योर्द्वयोश्चाष्टम्योरिति । किं चातुर्मासस्यादौ तद्विधायीत्याह – मासे मासे । किं कृत्वा ? स्वशक्तिमनिगुह्य तद्विधाने आत्मसामर्थ्यमप्रच्छाद्य । किंविशिष्टः ? प्रणिधिपरः एकाग्रतां गतः शुभध्यानरत इत्यर्थः ।।१४०।।
અન્વયાર્થ : — [मासे मासे ] પ્રત્યેક મહિને, [चतुर्षु अपि ] ચારેય [पर्वदिनेषु ] પર્વના દિવસોમાં અર્થાત્ બે અષ્ટમી અને બે ચતુર્દશીના દિવસે [स्वशक्तिम् ] પોતાની શક્તિ [अनिगुह्य ] છૂપાવ્યા વિના, [प्रणिधिपरः ] એકાગ્ર થઈ અર્થાત્ ધર્મધ્યાનમાં રત થઈ [प्रोषधनियमविधायी ] નિયમપૂર્વક પ્રોષધોપવાસ કરનાર [प्रोषधानशनः ] પ્રોષધોપવાસ પ્રતિમાધારી છે.
ટીકા : — ‘प्रोषधानशनः’ જેને પ્રોષધપૂર્વક ઉપવાસ છે તે પ્રોષધોપવાસી છે. જે અનિયમથી પ્રોષધોપવાસ કરે છે, તે શું પ્રોષધોપવાસ વ્રતથી યુક્ત છે? તે કહે છે ‘प्रोषधनियमविधायी’ પ્રોષધનો નિયમ અર્થાત્ અવશ્ય કરવાનો ભાવ – તેને જે ધારણ કરે છે એવા સ્વભાવવાળો તે નિયમનું પાલન ક્યાં (ક્યારે) કરે છે? ‘पर्वदिनेषु चतुर्ष्वपि’ ચારેય પર્વના દિવસે અર્થાત્ બે ચતુર્દશી અને બે અષ્ટમીના દિવસે. શું તે ચતુર્માસની આદિમાં તે કરે છે, તે કહે છે — ‘मासे मासे’ પ્રત્યેક મહિને (કરે છે). કઈ રીતે? ‘स्वशक्तिमनिगुह्य’ તે કરવામાં આત્મશક્તિ છૂપાવ્યા વિના. કેવો થઈને? प्रणिधिपरः१ એકાગ્ર થઈને – શુભ ધ્યાનમાં રત થઈને એવો અર્થ છે.
ભાવાર્થ : — જે દર મહિને બે અષ્ટમી અને બે ચતુર્દશીના દિવસે પોતાની શક્તિ છૂપાવ્યા વિના ધર્મધ્યાનમાં લીન થઈ નિયમથી – વિધિપૂર્વક નિરતિચાર૨ પ્રોષધોપવાસ કરે છે, તે પ્રોષધપ્રતિમાધારી કહેવાય છે. ૧૪૦. १. प्रणधिपरः घ । ૨. પ્રોષધોપવાસના અતિચાર માટે જુઓ શ્લોક ૧૧૦ની ટીકા.