૩૧૦ ]
इदानीं श्रावकस्य सचित्तविरतिस्वरूपं प्ररूपयन्नाह —
मूलफलशाकशाखाकरीरकन्दप्रसूनबीजानि ।
नामानि योऽपि सोऽयं सचित्तविरतो दयामूर्तिः ।।१४१।।
सोऽयं श्रावकः सचित्तविरतिगुणसम्पन्नः । यो नात्ति न भक्षयति । कानीत्याह — मूलेत्यादि — मूलं च फलं च शाकश्च शाखाश्च कोपलाः करीराश्च वंशकिरणाः१ कंदाश्च प्रसूनानि च पुष्पाणि बीजानि च तान्येतानि आमानि अपक्वानि यो नात्ति । कथंभूतः सन् ? दयामूर्तिः दयास्वरूपः सकरुणचित्त इत्यर्थः ।।१४१।।
હવે શ્રાવકના સચિત્તવિરતિના સ્વરૂપની પ્રરૂપણા કરી કહે છે —
અન્વયાર્થ : — [यः ] જે [दयामूर्तिः ] દયામૂર્તિ (દયાળુ) થઈને [आमानि ] કાચાં [मूलफलशाकशाखाकरीरकन्दप्रसूनबीजानि ] મૂળ, ફળ, શાક, શાખા, કરીર૨, કન્દ, ફૂલ અને બીજ [न अत्ति ] ખાતો નથી, [सः अर्थ ] તે આ [सचित्तविरतः ] સચિત્તત્યાગ પ્રતિમાધારી છે.
ટીકા : — ‘सः अयं’ તે આ સચિત્તવિરતિગુણસંપન્ન શ્રાવક છે કે જે ‘न अत्ति’ ખાતો નથી. શું (ખાતો નથી)? તે કહે છે — ‘मूलेत्यादि’ મૂળ, ફળ, શાક, શાખા (કુંપળ), કરીર (વંશકિરણ), કન્દ, ફૂલ અને બીજ — ‘न आमानि’ એ કાચાં યા અપક્વ જે ખાતો નથી. કેવો થઈને? ‘दयामूर्ति’ દયાસ્વરૂપ થઈને અર્થાત્ કરુણાચિત્તવાળો થઈને.
ભાવાર્થ : — જે શ્રાવક કાચાં (અપક્વ, અશુષ્ક, સચિત્ત, અંકુરોત્પત્તિકારક) મૂળ (જડ), ફળ, શાક, ડાળી, કુંપળ, જમીનકંદ, ફૂલ અને બીજ વગેરે ખાતો નથી, તથા સચિત્ત પાણી પણ ગરમ કરીને પીએ છે અને સચિત્ત લવણ (મીઠું) પણ અગ્નિમાં શેકી તેને કૂટી – પીસીને વાપરે છે, તે દયાની મૂર્તિ સચિત્તત્યાગ પ્રતિમાધારી કહેવાય છે.
મૂળ, ફળ, કન્દાદિ — એ વનસ્પતિનાં આઠ અંગ છે. એમાંથી કોઈ વનસ્પતિને ત્રણ – ચાર – પાંચ આદિ અંગ હોય છે. તેને સચિત્તત્યાગી કાચાં – અપક્વ – સચિત્ત અવસ્થામાં