આ ગ્રંથનું નામ ‘રત્નકરંડક ઉપાસકાધ્યયન’ છે. સામાન્ય રીતે તે ‘રત્નકરંડક શ્રાવકાચાર’ એ નામથી પ્રસિદ્ધ છે. સમાજમાં તે ઘણો પ્રસિદ્ધ ગ્રંથ છે. ઉપલબ્ધ શ્રાવકાચારોમાં તે અતિ પ્રાચીન અને સુસંબદ્ધ શ્રાવકાચાર છે. તેના રચયિતા શ્રી સમન્તભદ્રાચાર્ય છે. તેમણે આ ગ્રંથમાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર—એ ત્રણેને ધર્મ કહીને તેનું વર્ણન કરતાં સમ્યક્ચારિત્રમાં સમાવિષ્ટ શ્રાવકાચારનું નિરુપણ કર્યું છે, જે મુમુક્ષુઓ માટે અત્યંત ઉપયોગી અને આચરણીય છે.
તેના ઉપર શ્રી પ્રભાચન્દ્રાચાર્યે સંસ્કૃત ટીકા કરી છે જે આ ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવી છે. અને તે ઉપરથી તેનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે, જે પ્રથમવાર જ આ સંસ્થા તરફથી પ્રકાશિત કરતાં અત્યાનંદ અનુભવાય છે.
શ્રાવકનું અંતર તથા બાહ્ય ચારિત્ર કેવા પ્રકારનું હોવું જોઇએ તેના ઉપર સારગર્ભિત પ્રવચન આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી દ્વારા અનેક વાર કરવામાં આવે છે તેથી જૈનસમાજ ઉપર તેઓશ્રીનો મહાન ઉપકાર છે. તેમનાં પ્રવચનમાંથી પ્રેરણા પામીને તેમજ તેઓશ્રીના સાન્નિધ્યમાં રહીને સદ્ધર્મપ્રેમી ભાઇશ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી (સોનાસણવાળા)એ આ અનુવાદ તૈયાર કરી આયો હતો, તેનું પ્રકાશન થાય તે પહેલાં તેમનું દેહાવસાન થઇ ગયું. તેની નોંધ લેતાં અતિ ખેદ થાય છે અને તેમના પ્રત્યે સાભાર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ.
શ્રીયુત છોટાલાલભાઇ બી.એ. (ઓનર્સ) એસ. ટી. સી. હતા. તેઓ સરકારી હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય હતા. વળી તેઓ સાબરકાંઠા બેતાલીસ દ.હુ.દિ.જૈન કેળવણી મંડળના પ્રમુખ તથા શેઠ જી. ઉ.દિ. જૈન છાત્રાલય, ઇડરના ટ્રસ્ટી અને માનદ્ મંત્રી હતા. તેઓ મુખ્યતયા જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં, આધ્યાત્મિક શાસ્ત્રોનાં વાંચન-મનનમાં તેમજ જૈન સાહિત્યની સેવા અને સત્સમાગમાદિ ધાર્મિક પ્રવૃત્તિમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. અવકાશ પ્રાપ્ત કરીને સોનગઢ આવતા અને પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો તથા તત્ત્વચર્ચાનો અલભ્ય લાભ લેતા હતા. તેઓ શાંત, સરળસ્વભાવી, વૈરાગ્યભાવનાવંત, અધ્યાત્મરસિક સજ્જન હતા. તેમણે આ શ્રાવકાચાર ગ્રંથનો ગુજરાતી અનુવાદ અત્યંત ખંત અને ચીવટપૂર્વક તદ્દન નિઃસ્પૃહભાવે કરી આયો હતો. તદુપરાંત તેમણે ‘સમાધિતંત્ર’નો તથા ‘ઇષ્ટોપદેશ’નો ગુજરાતી અનુવાદ પણ કરી આયો હતો કે જે અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલ છે. તે સર્વ કાર્ય માટે