આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને તેઓ જ્યાં હોય ત્યાં આત્મસાધનામાં વિશેષ પ્રગતિ કરીને ધ્યેયની પ્રાતિ શીઘ્ર કરી લ્યે એવી અંતરથી ભાવના ભાવે છે.
આ અનુવાદ આદ્યંત તપાસીને જેમણે પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાન વડે યોગ્ય સંશોધન કરી આયું છે અને માર્ગદર્શન આયું છે, તે સહાયતા માટે આ સંસ્થાના માનનીય ભૂતપૂર્વ પ્રમુખ ભાઇશ્રી રામજીભાઇ દોશીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
અજિત મુદ્રણાલયના સંચાલક શ્રી મગનલાલજી જૈને કુશળતાપૂર્વક આ ગ્રંથની સુંદર છપાઇ આદિ કાર્ય કરી આયું છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
આ ગ્રંથમાં પ્રરુપિત શ્રાવકાચારને યથાર્થ સમજી, જીવનમાં પરિણમાવી જગતના સર્વ જીવો આત્મહિત સાધો અને વીતરાગના પંથને સદાય અનુસરો એવી ભાવના ભાવીએ છીએ. સોનગઢ
દીપાવલી
વિ.સં. ૨૦૩૨
આ ગ્રંથની પહેલાની આવૃત્તિ પૂર્ણ થઇ જવાથી આ સુધારા-વધારા સાથેની નવીન ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે.
આ શાસ્ત્રનો સમ્યક્પ્રકારે અભ્યાસ કરી મુમુક્ષુઓ નિજાત્મકલ્યાણને સાધે એ જ ભાવના.... ફાગણ વદ દશમ
પૂજ્ય બહેનશ્રીનો ૭૯મો
સમ્યક્જયંતી મહોત્સવ
વિ.સં. ૨૦૬૭