Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 24 pAkhandimuDhatA gurumuDhatA.

< Previous Page   Next Page >


Page 72 of 315
PDF/HTML Page 96 of 339

 

૮૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

इदानीं सद्दर्शनस्वरूपे पाषण्डिमूढस्वरूपं दर्शयन्नाह

सग्रन्थारम्भहिंसानां संसारावर्तवर्त्तनाम्
पाषण्डिनां पुरस्कारो ज्ञेयं पाषण्डिमोहनम् ।।२४।।

‘पाषण्डिमोहनं’ ‘ज्ञेयं’ ज्ञातव्यं कोऽसौ ? ‘पुरस्कारः’ प्रशंसा केषां ? ‘पाषण्डिनां’ मिथ्यादृष्टिलिंगिनां किंविशिष्टानां ? ‘सग्रन्थारंभहिंसानां’ ग्रन्थाश्च दासीदासादयः, आरंभाञ्च कृष्यादयः हिंसाश्च अनेकविधाः प्राणिवधाः सह ताभिर्बर्तन्त इत्येवं ये तेषां तथा ‘संसारावर्तवर्तिनां’ संसारे आवर्तो भ्रमणं येभ्यो विवाहादिकर्मभ्यस्तेषु वर्तते इत्येवं शीलास्तेषां एतैस्त्रिभिर्मूढैरपोढत्वसम्पन्नं सम्यग्दर्शनं संसारोच्छित्तिकारणं अस्मयत्वसम्पन्नवत् ।।२४।।

હવે સમ્યગ્દર્શન સ્વરૂપમાં પાખંડીમૂઢતાનું સ્વરૂપ દર્શાવતાં કહે છે

પાખંMીમૂઢતા (ગુરુમૂઢતા)
શ્લોક ૨૪

અન્વયાર્થ :[सग्रन्थारम्भहिंसानां ] જેઓ પરિગ્રહ, આરંભ અને હિંસાથી યુક્ત છે તથા [संसारावर्त्तवर्तिनाम् ] જેઓ સંસારના ચક્રમાં પડેલા છે એવા પાખંડીઓના (સંસારભ્રમણ કરવાના કારણભૂત કાર્યોમાં વર્તનારા પાખંડીઓના) મિથ્યાદ્રષ્ટિ વેશધારી પાખંડી ગુરુઓના [पुरस्कारः ] આદરસત્કારનેપ્રશંસાને [पाषण्डिमोहनम् ] પાખંડી- મૂઢતા [ज्ञेयम् ] જાણવી.

ટીકા :पाषण्डिमोहनम्’ પાખંડીમૂઢતા ज्ञेयम्’ જાણવી. તે શું છે? पुरस्कारः’ પ્રશંસા કોની? पाषण्डिनाम्’ મિથ્યાદ્રષ્ટિ લિંગધારીઓની, કેવા (પાખંડીઓની)? सग्रन्थारम्भहिंसानाम्’ દાસીદાસાદિ પરિગ્રહ, કૃષિ આદિ આરંભ અને અનેક પ્રકારની પ્રાણીઓની હિંસાતેમના સહિત જેઓ છે તેવા (પાખંડીઓની) તથા संसारावर्त्तवर्तिनाम्’ संसारસંસારમાં आवर्त्तः જે વિવાહાદિક કાર્યોનાં કારણે સંસારમાં ભ્રમણ થાય છે તેવાં કાર્યોમાં વર્તવાનો જેનો સ્વભાવ છે તેવા (પાખંડીઓની) આવી ત્રણ મૂઢતાઓ રહિત સમ્યગ્દર્શન, મદ રહિતપણાની જેમ સંસાર છેદનું કારણ છે.

ભાવાર્થ :આરંભ, પરિગ્રહ અને હિંસા સહિત કુલિંગધારી પાખંડી ગુરુઓ