Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 25 ATha mad.

< Previous Page   Next Page >


Page 74 of 315
PDF/HTML Page 98 of 339

 

૮૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

कः पुनरयं स्मयः कतिप्रकारश्चेत्याह

ज्ञानं पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः
अष्टावाश्रित्य मानित्वं स्मयमाहुर्गतस्मयाः ।।२५।।

આત્માને જ પોતારૂપ અનુભવતા, શુભાશુભ ભાવોથી પણ જે ઉદાસીન હોય છે......’’

શ્રી કુંદકુંદાચાર્યે ષટ્પાહુડમાં (દર્શનપાહુડમાં) કહ્યું છે કે

‘‘સમ્યગ્દર્શન છે મૂળ જેનું, એવો જિનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી, હે પુરુષો! તમે એમ માનો કે સમ્યક્ત્વ રહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ છે અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે તે સમ્યગ્દ્રષ્ટિ ક્યાંથી હોય? તેવા સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય?’’

વળી લિંગપાહુડમાં કહ્યું છે કે

‘‘જેઓ મુનિલિંગધારી હિંસા, આરંભ, યંત્રમંત્રાદિ કરે છે તેનો ઘણો નિષેધ કર્યો છે.’’ (મોક્ષમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ ૧૮૫.)

કહ્યું છે કે

‘‘હે જીવ! જે મુનિલિંગધારી ઇષ્ટ પરિષહને ગ્રહણ કરે છે તે ઊલટી કરીને તે જ ઊલટીને પાછો ગ્રહણ કરે છે, અર્થાત્ તે નિંદનીય છે.’’ ૨૪.

વળી આ મદ શું છે? તેના કેટલા પ્રકાર છે? તે કહે છે

આL મદ
શ્લોક ૨૫

અન્વયાર્થ :[ज्ञानं ] જ્ઞાન, [पूजां ] પૂજાપ્રતિષ્ઠા, [कुलं ] કુળ, [जातिं ] ૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૧૭૮ થી ૧૮૧. २. दंसणमूलो धम्मो, उवइट्ठो जिणवरेहिं सिस्साणं

तं सोउण सकण्णे, दंसणहीणो ण वंदिव्वो ।।।।

३. जो जिणलिंगु धरेदि मुणि, इट्ठपरिग्गह लिंति

छद्दि करेवणु ते जि जिय सा पुणु छद्दि गिलंति ।।६१।। (अध्याय २)