કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘आहु’र्ब्रुवन्ति१ । कं ? ‘स्मयं’ । के ते ? ‘गतस्मयाः’ नष्टमदाः२ जिनाः । किं तत् ? ‘मानित्वं’ गर्वित्वं । किं कृत्वा ? ‘अष्टावाश्रित्य’ । तथा३ हि । ज्ञानमाश्रित्य ज्ञानमदो भवति । एवं पूजां कुलं जातिं बलं ऋद्धिमैश्वर्यं तपो वपुः शरीरसौन्दर्यंमाश्रित्य पूजादिमदो भवति । ननु शिल्पमदस्य नवमस्य प्रसक्तेरष्टाविति संख्यानुपपन्ना४ इत्यप्ययुक्तं तस्य ज्ञाने एवान्तर्भावात् ।।२५।। જાતિ, [बलं ] બળ – શક્તિ, [ऋद्धिं ] ૠદ્ધિ – સંપદા – રાજ્યની વિભૂતિ, [तपः ] તપ અને [वपुः ] શરીર [अष्टौ ] — એ આઠનો [आश्रित्य ] આશ્રય કરીને [मानित्वं ] અભિમાન કરવું તેને [गतस्मयाः ] મદ રહિત આચાર્યોએ – જિનોએ [स्मयं ] મદ [आहुः ] કહ્યો છે.
ટીકા : — ‘आहुः’ કહે છે. શું? ‘स्मयं’ મદ. તેઓ કોણ (કહે છે)? ‘गतस्मयाः’ મદ રહિત જિનો; કોને (મદ કહે છે)? ‘मानित्वं’ અભિમાન કરવું તેને. શું કરીને? ‘अष्टौ आश्रित्य’ આઠનો આશ્રય કરીને, જેમ કે જ્ઞાનનો આશ્રય કરી અભિમાન કરવું તે જ્ઞાનમદ છે; (તેવી રીતે પ્રતિષ્ઠામદ, કુળમદ, જાતિમદ, બળમદ, ૠદ્ધિમદ, તપમદ અને શરીરની સુંદરતાનો મદ – એમ આઠ પ્રકારના મદ છે.)
શંકાઃ — નવમો શિલ્પમદ પણ છે, તેથી મદની આઠ સંખ્યા કહેવી તે બની શકતી નથી.
સમાધાનઃ — તેમ કહેવું યોગ્ય નથી, કારણ કે જ્ઞાનમાં તેનો સમાવેશ થાય છે.
ભાવાર્થ : — જ્ઞાન, પ્રતિષ્ઠા, કુળ, જાતિ, બળ, ૠદ્ધિ, તપ અને શરીર — એ આઠના આશ્રયે અભિમાન કરવું તેને મદ કહે છે. તેના આઠ પ્રકાર છેઃ —
જ્ઞાનમદ, પૂજામદ, કુળમદ (પિતા પક્ષે), જાતિમદ (માતા પક્ષે), બળમદ, ૠદ્ધિમદ, તપમદ અને શરીરની સુંદરતાનો મદ. જ્ઞાનમદમાં શિલ્પમદ (કારીગરીનો મદ) ગર્ભિત છે. ૨૫. १. वदन्ति घ० । २. नष्टमोहा घ० । ३. तथा विज्ञानमाश्रित्य घ० । ४. नुत्पत्तिरित्यप्युक्तं घ० ।