૮૬ ]
अनेनाष्टविधमदेन चेष्टमानस्य दोषं दर्शयन्नाह —
‘स्मयेन’ उक्तप्रकारेण । ‘गर्विताशयो’ दर्पितचित्तः१ । ‘यो’ जीवः । ‘धर्मस्थान’ रत्नत्रयोपेतानन्यान् । ‘अत्येति’ अवधीरयति अवज्ञयातिक्रामतीत्यर्थः । ‘सोऽत्येति’ अवधीरयति । कं ? ‘धर्मं’ रत्नत्रयं । कथंभूतं ? आत्मीयं’ जिनपतिप्रणीतं । यतो धर्मो ‘धार्मिकैः’ रत्नत्रयानुष्ठायिभिर्विना न विद्यते ।।२६।।
આ આઠ પ્રકારના મદથી પ્રવૃત્તિ કરનારનો દોષ બતાવતાં કહે છે —
અન્વયાર્થ : — [गर्विताशयः ] જેનો અભિપ્રાય ગર્વથી ભરેલો છે એવો જે જીવ [स्मयेन ] મદથી [अन्यान् ] અન્ય [धर्मस्थान् ] ધર્માત્મા પુરુષોને [अत्येति ] તિરસ્કારે છે, [तः ] તે [आत्मीयं धर्मम् ] જિનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મનો [अत्येति ] તિરસ્કાર કરે છે, (કારણ કે) [धर्मः ] ધર્મ [धार्मिकैः बिना ] ધર્મી વિના [न ] હોતો નથી. (કારણ કે ધર્મ રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો વિના હોતો નથી.)
ટીકા : — ‘स्मयेन’ ઉપરોક્ત પ્રકારના મદથી ‘गर्विताशयः’ ગર્વિષ્ટ ચિત્તવાળો ‘यः’ જે જીવ ‘धर्मस्थान्’ રત્નત્રય યુક્ત ‘अन्यान्’ અન્ય જીવોની અવધીરણા (તિરસ્કાર) કરે છે — તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, ‘सः अत्येति’ તે તિરસ્કાર કરે છે. કોનો? ‘धर्मम्’ રત્નત્રય ધર્મનો. કેવા (ધર્મનો)? ‘आत्मीयं’ જિનેન્દ્ર દ્વારા પ્રણીત (ધર્મનો); કારણ કે ‘धर्मः’ ધર્મ, ‘धार्मिकैः’ રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો ‘बिना’ વિના ‘न’ હોતો નથી.
ભાવાર્થ : — જે ગર્વિત પુરુષ, ગર્વને લીધે અન્ય ધાર્મિક પુરુષોની અવગણના કરે છે, તે પોતાના રત્નત્રયરૂપ ધર્મની અવગણના કરે છે, કારણ કે ધાર્મિક પુરુષો વિના ધર્મ १. दर्पिष्ठचित्तः घ० ।