કહાનજૈનશાસ્ત્રમાળા ]
१
‘पापं’ ज्ञानावरणाद्यशुभं कर्म निरुद्ध्यते येनासौ ‘पापनिरोधो’ रत्नत्रयसद्भावः स यद्यस्ति तदा ‘अन्यसम्पदा’ अन्यस्य कुलैश्वर्यादेः सम्पदा सम्पत्त्या किं प्रयोजनं ? न किमपि प्रयोजनं तन्निरोधेऽतोऽप्यधिकाया विशिष्टतरायास्तत्सम्पदः सद्भावमवबुद्ध्यमानस्य तन्निबन्धनस्मयस्यानुत्पत्तेः । ‘अथ पापास्रवोऽस्ति’ पापस्याशुभकर्मणः आस्रवो मिथ्या- હોતો નથી. (તેથી ધાર્મિક પુરુષોનો તિરસ્કાર કરતાં પોતાના ધર્મનો તિરસ્કાર થાય છે. ધર્મ અને ધર્મીને અવિનાભાવ સંબંધ છે.) ૨૬.
કુળ – ઐશ્વર્યાદિ યુક્ત પુરુષો દ્વારા ગર્વનો નિષેધ કરવો શી રીતે શક્ય છે? તે કહે છે —
અન્વયાર્થ : — [यदि ] જો [पापनिरोधः ] પાપનો (મિથ્યાત્વનો) નિરોધ હોય તો [अन्य सम्पदा ] અન્ય વિભૂતિનું [किं प्रयोजनम् ] શું પ્રયોજન? અથવા જો [पापास्रव अस्ति ] પાપનો આસ્રવ હોય તો [अन्य सम्पदा ] અન્ય વિભૂતિથી [किं प्रयोजनम् ] શું પ્રયોજન?
ટીકા : — ‘पाप निरोधः’ पापं – જ્ઞાનાવરણાદિ અશુભ કર્મ જેનાથી (જે ભાવથી) નિરોધ થાય એવા પાપનો નિરોધ અર્થાત્ મિથ્યાત્વનો અભાવ હોય અર્થાત્ જો રત્નત્રયનો સદ્ભાવ હોય તો ‘अन्य सम्पदा’ અન્ય (કુળ-ઐશ્વર્યાદિની) સંપદાથી — વિભૂતિથી ‘किं प्रयोजनम्’ શો લાભ – શું પ્રયોજન? કાંઈ પણ પ્રયોજન નથી; કારણ કે તેનો (પાપનો) નિરોધ થતાં આથી (આ સંપદાથી) પણ અધિક વિશિષ્ટતર રત્નત્રયની એ સંપદાનો સદ્ભાવ માનનારને તે સંબંધી ગર્વની અનુત્પત્તિ (ગર્વનો અભાવ) છે. ‘अथ पापास्रवः अस्ति’ અગર જો પાપનો – અશુભ કર્મનો આસ્રવ મિથ્યાત્વ, અવિરતિ આદિ હોય તો પછી १. ननु कुलबलैश्वर्यसम्पत्तौ घ० ।