૮૮ ]
त्वाविरत्यादिरस्ति तथाप्यन्यसंपदा किं प्रयोजनं । अग्रे दुर्गतिगमनादिकं अवबुद्ध्यमानस्य तत्सम्पदा प्रयोजनाभावतस्तत्स्मयस्य कर्तुमनुचितत्वात् ।।२७।।
अमुमेवार्थं प्रदर्शयन्नाह —
‘देवं’ आराध्यं । ‘विदु’र्मन्यन्ते । के ते ? ‘देवा’ ‘‘देवा१ वि तस्स णमंति जस्स धम्मे सया मणो’’ इत्याभिधानात् । कमपि ? ‘मातंगदेहजमपि’ चांडालमपि । कथंभूतं ? ‘अन्य सम्पदा किं प्रयोजनम्’ (ક્ષણસ્થાયી) ઐશ્વર્યાદિ સંપદા જ આગળ દુર્ગતિ ગમનાદિનું કારણ છે – એવું સમજનારને તે ઐશ્વર્યાદિ સંપદાથી પ્રયોજનનો અભાવ હોય છે. (તેનાથી તે કાંઈ લાભ માનતો નથી.) તેથી તેને ગર્વ કરવો અનુચિત લાગે છે.
ભાવાર્થ : — મિથ્યાત્વના અભાવમાં સમ્યગ્દ્રષ્ટિ અન્ય ક્ષણસ્થાયી વિભૂતિઓથી લાભ માનતો નથી, તેથી તેનો તે ગર્વ કરતો નથી. મિથ્યાદ્રષ્ટિને પૂર્વોપાર્જિત પુણ્યને લીધે અન્ય વિભૂતિઓ મળી આવે પણ તે મિથ્યાત્વને લીધે તેનો ગર્વ કરી તેમાં રચ્યોપચ્યો રહે છે; તેથી તે વિભૂતિઓ તેને લાભદાયક નહિ થતાં દુર્ગતિ – ગમનના કારણભૂત થઈ પડે છે. ૨૭.
આ જ અર્થને દર્શાવતાં કહે છે —
અન્વયાર્થ : — [देवाः ] ગણધરાદિ દેવો [सम्यग्दर्शन संपन्नम् ] સમ્યગ્દર્શનથી યુક્ત [मातङ्गदेहजम् अपि ] ચંડાલકુળમાં ઉત્પન્ન થયેલા જીવને પણ [भस्मगूढांगारान्तरौजसम् ] કે જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં તેજવાળું છે, તેને [देवम् ] દેવ [विदुः ] કહે છે.
ટીકા : — ‘देवम्’ આરાધ્ય (આરાધવા યોગ્ય) દેવ ‘विदुः’ માને છે. કોણ તેઓ? ‘देवाः’ દેવો. ‘‘देवा वि तस्स णमंति जस्स धम्मे सया मणो’’ જેનું મન સદા ધર્મમાં છે તેને દેવો પણ નમે છે. એવા કથનાનુસાર (માને છે.) કોને પણ? ‘मातङ्गदेहजम् अपि’ १. धम्मो मंगलमुद्दिट्ठं अहिंसा संयमो तवो ।