કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘सम्यग्दर्शनसम्पन्नं’ सम्यग्दर्शनेन सम्पन्नं युक्तं । अतएव ‘भस्मगूढाङ्गारान्तरौजसं’ भस्मना गूढः प्रच्छादितः स चासावङ्गारश्च तस्य अन्तरं मध्यं तत्रैव ओजः प्रकाशो निर्मलता यस्य ।।२८।।
एकस्य धर्मस्य विविधं फलं प्रकाश्येदानीमुभयोर्धर्माधर्मयोर्यथाक्रमं फलं दर्शयन्नाह —
‘श्वापि’ कुक्करोऽपि ‘देवो’ जायते । ‘देवोऽपि’ देवः ‘श्वा’ जायते । कस्मात् ? ચાંડાલને પણ. કેવા (ચાંડાલને)? ‘सम्यग्दर्शनसंपन्नम्’ સમ્યગ્દર્શનથી યુક્ત એવા, તેથી જ ‘भस्मगूढांगारान्तरौजसम्’ જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં પ્રકાશવાળો અર્થાત્ નિર્મળતાવાળો છે એવા.
ભાવાર્થ : — અહીં ઉપમા – ઉપમેય ભાવથી કથન છે. ભસ્મસમાન ચાંડાલનું શરીર છે, અંગાર (અગ્નિ) સમાન જીવ છે અને પ્રકાશ સમાન સમ્યગ્દર્શન છે. ભસ્મ, અંગાર અને પ્રકાશ તે ઉપમા છે અને શરીર, જીવ અને સમ્યગ્દર્શન – તે ઉપમેય છે. ભસ્મથી આચ્છાદિત અગ્નિના તેજ સમાન સમ્યગ્દર્શનયુક્ત ચાંડાલના દેહધારી જીવને પણ ‘દેવ’ કહે છે; કેમ કે તેને સાચા સમ્યગ્દર્શનરૂપ દિવ્યશક્તિ પ્રગટ થઈ છે. ૨૮.
(અત્યાર સુધી સમ્યગ્દ્રષ્ટિના) એક ધર્મનું (શુભ ભાવનું) વિવિધ ફળ પ્રકાશીને હવે ધર્મ અને અધર્મ બંનેનું યથાક્રમે ફળ દર્શાવતાં કહે છે —
અન્વયાર્થ : — [धर्मकिल्विषात् ] ધર્મથી અને પાપથી (અનુક્રમે) [श्वापि ] કૂતરો પણ [देवः ] દેવ અને [देवः ] દેવ પણ [श्वा ] કૂતરો [जायते ] થાય છે; [नाम ] ખરેખર [धर्मात् ] ધર્મથી [शरीरिणाम् ] પ્રાણીઓને – સંસારી જીવોને, [कापि अन्या ] કોઈક અદ્વિતીય [सम्पद् ] સંપત્તિ [भवेत् ] પ્રાપ્ત થાય છે.
ટીકા : — ‘श्वापि’ કૂતરો પણ ‘देवः’ દેવ ‘जायते’ થાય છે. ‘देवोऽपि’ દેવ પણ