૯૦ ]
‘धर्मकिल्विषात्’ धर्ममाहात्म्यात् खलु श्वापि देवो भवति । किल्विषात् पापोदयात् पुनर्देवोऽपि श्वा भवति यत एवं, ततः ‘कापि’ वाचामगोचरा । ‘नाम’ स्फु टं । ‘अन्या’ अपूर्वाऽद्वितीया । ‘सम्पद्’ विभूतिविशेषो । ‘भवेत्’ । कस्मात् ? धर्मात् । केषां ? ‘शरीरिणां’ संसारिणां । यत एवं, ततो धर्म एव प्रेक्षावतानुष्ठातव्यः ।।२९।।
तथानुतिष्ठता दर्शनम्लानता मूलतोऽपि न कर्तव्येत्याह — ‘श्वा’ કૂતરો ‘जायते’ થાય છે. શા કારણે? ‘धर्मकिल्विषात्’ ધર્મના માહાત્મ્યથી ખરેખર કૂતરો પણ દેવ થાય છે અને किल्विषात् પાપના ઉદયથી દેવ પણ કૂતરો થાય છે. એ પ્રમાણે છે તેથી, ‘कापि’ કોઈ (વચન અગોચર) ‘नाम’ ખરેખર ‘अन्या’ અપૂર્વ – અદ્વિતીય ‘सम्पद्’ વિભૂતિ વિશેષ પ્રાપ્ત થાય છે. શાથી? ‘धर्मात्’ ધર્મથી. કોને? ‘शरीरिणां’ સંસારીઓને. એમ છે તેથી આત્મહિત ઇચ્છનારે નિશ્ચય ધર્મનું અનુષ્ઠાન કરવું.
ભાવાર્થ : — સમ્યગ્દ્રષ્ટિ જીવને અંશે શુદ્ધતા હોય છે, તેનાથી સંવર – નિર્જરા થાય છે અને સહચરરૂપે જેટલી અશુદ્ધતા છે, તેનાથી આસ્રવ – બંધ થાય છે.
સમ્યગ્દ્રષ્ટિ તો શુભભાવ અને તેના ફળમાં રાચતો નથી પણ તેનો અભાવ કરી, શુદ્ધભાવમાં રમવાની ઝંખના જ કરે છે.
મિથ્યાદ્રષ્ટિનો શુભભાવ ઉત્તરોત્તર અધોગતિનું કારણ છે, કારણ કે શુભભાવ અને તેના ફળમાં તે એટલો બધો રચ્યોપચ્યો – આસક્ત રહે છે કે તેને તીવ્ર પાપબંધ અવશ્ય થાય છે. જેના ફળસ્વરૂપ તેને નીચ ગતિ જ પ્રાપ્ત થાય છે.
સમ્યગ્દ્રષ્ટિને શુભભાવ આવે છે, પણ તેનો તેને આદર નથી; તેમાં તેની હેયબુદ્ધિ છે. તેને પોતાના ચારિત્રમાં એક કલંક સમાન ગણે છે. અશુભવંચનાર્થે હેયબુદ્ધિએ આવો શુભભાવ સમ્યગ્દ્રષ્ટિને તેની સાધકદશામાં આવે છે અને તેનાથી અલ્પબંધ પણ થાય છે, પરંતુ મિથ્યાદ્રષ્ટિને જેવો તીવ્રબંધ થાય છે તેવો બંધ જ્ઞાનીને થતો નથી. ૨૯.
સમ્યગ્દર્શનનું પાલન કરનાર જીવે પ્રારંભથી જ સમ્યગ્દર્શનમાં મલિનતા લાવવી જોઈએ નહિ તે કહે છે —