કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘शुद्धदृष्टयो’ निर्मलसम्यक्त्वाः न कुर्युः । कं ? ‘प्रणामं’ उत्तमाङ्गेनोपनतिं । ‘विनयं चैव’ करमुकुलप्रशंसादिलक्षणं । केषां ? कुदेवागमलिंगिनां । कस्मादपि ? ‘भयाशास्नेह- लोभाच्च’ भयं राजादिजनितं, आशा च भाविनोऽर्थस्य प्राप्त्याकांक्षा, स्नेहश्च मित्रानुरागः, लोभश्च वर्तमानकालेऽर्थप्राप्तिगृद्धिः, भयाशास्नेहलोभं तस्मादपि । च शब्दोऽप्यर्थः ।।३०।।
અન્વયાર્થ : — [शुद्धदृष्टयः ] શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવોએ, [भयाशास्नेहलोभात् च ] ભય, આશા, સ્નેહ અને લોભથી પણ [कुदेवागमलिंगिनाम् ] કુદેવ, કુશાસ્ત્ર અને કુલિંગીઓને (કુગુરુઓને) [प्रणामं विनयं चैव ] પ્રણામ અને તેમનો વિનય પણ [न कुर्युः ] ન કરવાં જોઈએ.
ટીકા : — ‘शुद्धदृष्टयः’ નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવોએ ‘भयाशास्नेहलोभात् च’ રાજાદિ જનિત ભયથી, ભાવિ અર્થની પ્રાપ્તિની આકાંક્ષાથી, મિત્ર પ્રત્યેના અનુરાગરૂપ સ્નેહથી અને વર્તમાનકાળમાં અર્થપ્રાપ્તિની ગૃદ્ધિથી (અતિ લાલસાથી) — ભય, આશા, સ્નેહ અને લોભથી પણ ‘कुदेवागमलिंगिनाम्’ કુદેવ, કુશાસ્ત્ર અને કુગુરુને ‘प्रणामं’ ઉત્તમ અંગથી – મસ્તકથી નમસ્કાર ‘विनयं चैव’ અને હસ્તાંજલિ, પ્રશંસાદિરૂપ (હાથ જોડીને નમસ્કાર કરવારૂપ, પ્રશંસાદિનાં વચના કહેવારૂપ) તેમનો વિનય ‘न कुर्युः’ કરવાં જોઈએ નહિ. અહીં ‘च’ શબ્દ ‘अपि’ના અર્થમાં છે.
ભાવાર્થ : — શુદ્ધ (નિર્મળ), પચીસ દોષ રહિત, સમ્યગ્દ્રષ્ટિ જીવે રાજાદિના ભયના કારણે, કોઈ આર્થિક આશાના કારણે, મિત્રાદિ પ્રત્યેના સ્નેહને કારણે, યા પૈસાના અતિ લોભના કારણે પણ કુદેવ, કુશાસ્ત્ર અને કુલિંગીઓને (ખોટા વેશધારી ગુરુઓને) પ્રણામ કરવા જોઈએ નહિ; તેમનો વિનય – સત્કાર કરવો જોઈએ નહિ.
મોક્ષપાહુડ ગાથા ૯૨માં કહ્યું છે કે —